________________
//
એક ચિંતન
- પ્રજ્ઞાગ “કામરાગે અણનાચ્યા સાંઢ પરે પચ્ચે સ્નેહરાગની રાત્રે ભવપંજર વ.”
આ સંસારમાં આત્માને જકડી રાખવાનું મોટામાં મોટું જે બંધન હોય તે એક માત્ર રાગ જ છે. તે રાગને પરવશ બનેલા આત્માઓની હાલત સંસારીઓના અનુભવમાં છે. રાગી બનેલ છવની હાલતનું વર્ણન કરતાં ઉપકારીઓએ કહ્યું છે કે, જે જીવ જેમાં રકત-રાગી બને છે તેના દેને પણ ગુણરૂપ જ જુએ છે અને વિવેકથી વિકલ બનેલ તે સાચી વાત સાંભળવા જેટલી સ્થિરતા પણ રાખી શકતું નથી. કહ્યું પણ છે કે-જે વસ્તુ જેને પ્રિય હોય છે. તે વસ્તુ રૂપ અને ગુણથી રહિત હોય તે પણ તેને તે જ સુંદર લાગે છે. તે જ કારણે મહાદેવે રનના હારને ત્યજીને સપને ગળામાં ધારણ કરે છે.”
- આ રાગ, કામરાગ, સ્નેહરાગ અને દષ્ટિરાગ રૂપે અને એ વળગે છે કે તેના પાશમાંથી છુટવું અત્યંત દુર્લભ છે. માટે સ્તુતિકારે પણ કહ્યું છે કે-“કામરાગ અને નેહ રાગ ઘણી જ સહેલાઈથી હજી નિવારી શકાય છે જ્યારે દષ્ટિરાગ તે એ પાપી છે જે સજજને માટે પણ દુરૂછેદ બને છે.”
. રાગની કારમી દશાના પંજામાં ભીડાયેલા જગતનું સ્વરૂપ બતાવતાં પૂ. શ્રી જિનવિજયજી મહારાજે પણ ભગવાનની સ્તવના કરતાં કહ્યું કે-“હે ભગવન ! આ કારમાં કામરાગે મને અણનાથા સાંઢ જેવું બનાવ્યું છે અને તેથી જ ઉછખલ અને સ્વછંદી સાંઢ જેવા બનેલા મેં એવી એવી ધુણાજનક, નફટાઈની પણ હદને વટાવે એવી ચેષ્ટાએ કરી છે જેને કહેવી પણ લજાજનક બની છે. અને કામરાગનું બીજ સ્નેહરાગ હેવાથી કુટુંબ પરિવારદિના સ્નેહપાશમાં બંધાયેલે હું આ ભવ રૂપી પિંજરામાં વસી રહ્યો છું તેમાંથી મુકત થવાનું સ્વપન પણ આવતું નથી.”
ખરેખર કામરાગ એ આત્માને પાગલ, ઉન્મત્ત અને ઉત્કંઠ બનાવનાર છે. તેને જ આધીન બનેલે આત્મા એ બેભાન બન્યા છે કે તેને બધે વિવેક ચાલ્યા ગયે છે અને તેથી એવી પશુતાને આચરે છે કે લખતાં લેખીની પણ લાજે ! આ કામરાગની પરાધીનતાનું નાટક એવું કારમું છે જેનું વર્ણન ન થાય પણ મદમસ્ત બનેલા તેમાં જ મન માનીને સંસારનું સર્જન કરે છે. કામશગને અભિન્ન સાથી નેહરાગ છે કેમકે, નેહમાંથી જ કામ ઉત્પન થાય છે. આ બન્ને પ્રકારના રાગે આખા જગતને આત્મહિતથી એવું વેગળું રાખ્યું છે કે સાચી વાત સાંભળી-વિચારી શકત. પણ નથી.
માટે જેઓએ આત્મન્નિતિના પંથે પગ માંડવા હોય તેમણે આ બે રાગોને કાયમી તિલાંજલિ આપવી તેને પડછાયે પણ ન પડે તેમ જીવવું તે જ હિતકર-શ્રેયસ્કર માગે છે.
.