SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૨ : : જૈન શાસન (અઠવાડિક) “ “અનિહિત અર્થાત્ નહિ રેકેલા છે અને માન તથા વૃદ્ધિ પામતા માયા અને લેભ” આ સંપૂર્ણ અથવા કિલષ્ટ એવા ચારે કષાયે અશુભ ભાવરૂપ પાણી દ્વારા પુનજન્મરૂપી વૃક્ષનાં તેવા પ્રકારનાં કમરૂપ ભૂલને સિંચે છે. ક્રોધાદિ કષાય મહાભય છે એ પ્રમાણે ને ઈન્દ્રિય પ્રણિધિનું વર્ણન કરતાં શ્રત કેવલી પૂ. શ્રી ભદ્રબાહુ સ્વામિજી મહારાજા પણ ફરમાવે છે કે 'कोहं माणं मायं, लोहं च महब्भयाणि चत्तारि ।। जो संभइ सुद्धप्पा, एसो नोइंदिअप्पणिही ॥' ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મહાભયો છે. આ ચાર મહાભય રૂપ કષાયને જે શુદ્ધ આત્મા ઉદય નિધિ આદિએ કરીને રોકે છે એનું નામ ઈનિદ્રય પ્રણિધિ છે. આ ચારે મહાભને વમવા તેજ ધર્મની આરાધનાને ઉપાય છે. 'कोहं माणं च मायं, लोभं च पाववड्ढणं ।। वमे चत्तारि दोसे उ, इच्छतो हिअमप्पणो ।' ક્રોધ, માન, માયા અને લેભ એ ચારે પાપની વૃધિના કારણે છે માટે શેષ રૂપ છે. તેથી આત્માનું હિત ઈછતા આત્માએ એ ચારે દેનું વમન કરવું જોઈએ. હકિકતમાં સુધારે જૈન શાસન વર્ષ-૭ અંક-૭માં સંમેતશિખર પહાડના જૈન તીર્થના ઝઘડા અંગેના ઉલ્લેખમા–૧૯૩૧-૩૨મા કેશવલાલ પ્રેમચંદ મેદીના વકીલ લંડન પ્રીવી કાઉન્સીલમાં કેશ લડવા ગયેલા અને હવેતાંબર તરફી જજમેન્ટ આવેલું તેમ આવ્યું છે. તેમાં હકિકત ભૂલ છે તે કેશવલાલ પ્રેમચંદ મેઢી નહતા પરંતુ મારા સ્વ. પિતા શ્રી છોટાલાલ ત્રિકમલાલ પારેખ (વીરમગામ વાળા) હતા. તેમની ઝીણવટભરી વાંચન દષ્ટિથી ભારતની ફેડરલ કેટેમાં હવેતાંબર પક્ષ હારી ગયેલ તેને જીતવાના ચાન્સીસ છે તેમ તેમણે તે વખતે સર ચીમનલાલ સેતલવડ અને ભૂલાભાઇ દેશાઈને વાત ગળે ઉતરાવી હતી એટલે છોટાલાલ પારેખને ઈગ્લાંડ કેશ લડવા ત્યાંના વકીલને મદદ કરવા મોકલેલા તેમાં શ્વેતાંબરના પક્ષમાં ચુકાદો આવે છે.આ રીતે શ્રીમાન સૂર્યકાંત છોટાલાલ પરીખ જણાવે છે તે રીતે ભૂલ સુધાર મુકેલ છે તેમ સમજવું
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy