SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ ૪ ૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) ઉપજાવી કાઢે છે. મંત્રાલયમાં ચક્રો ગતિમાન થાય છે. શ્રી સમેત શિખરજીને કબજો મેળવવા, સરકાર હસ્તક લેવા, તાંબરને અપાયેલા કાનૂની અદાલતી અધિકાને ફેરવી તળવા વિધાનસભાનું સત્ર ચાલતું નહીં હોવાની આડશમાં બિહાર શ્રી સમેત શિખરજી (નિયંત્રણ) વટહુકમ ૧૯૪ મુસદ્દો ઘડી કાઢવામાં આવે છે. મુસદ્દો કેબિનેટ સમક્ષ મંજૂરી માટે મુકાતાં મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદને અગાઉથી આ સંદર્ભમાં સંમતિ વ્યક્ત કર્યાની વાત રજૂ કરાય છે. મુસદો રજૂ કરતાં મુકાતા આગ્રહભર્યા શબ્દ કાંઈક આવા છે : શ્રી સમેતશિખરજી પારસનાથ પર્વત અને એ સાથે સંકળાયેલી સંસ્થાઓના વહીવટ વિશે અનેકવાર વિવાદ ઊઠયા છે એટલે કાયદે તથા વ્યવસ્થાની ગંભીર સમસ્યા નિર્માણ થઈ છે. શાંતિ અને સુવ્યવસ્થા જોખમમાં મૂકાઈ છે. આવી સ્થિતિમાં શ્રી સમેત શિખરજીના એગ્ય અને સારા વહીવટ પૂજા કરવા ઈચ્છે અને તીર્થયાત્રીઓને મૂળભૂત અને આવશ્યક સગવડે આપવાના હેતુસર તેમ જ એમના અને પવિત્ર સ્થળ તથા જૈન ધર્મ, સંસ્કૃતિ અને કળાના કેન્દ્ર તરીકે તેને સર્વાગી વિકાસ અને એ માટે તાકીદની કાર્યવાહી, જરૂરી છે. એટલે તમામ મુશ્કેલીઓ દૂર કરવા અને જરૂરી સવલતે પૂરી પાડવા માટે વટહુકમને મુસદ્દો તૈયાર કરાયેલ છે. ૬ જાન્યુઆરીએ આ મુસદ્દો તૈયાર છે. ગઈ ૨૭ ફેબ્રુઆરીએ એને લાલુ પ્રસાદની કેબિનેટ મંજૂરી આપે છે. સદ્દનસીબે અત્યારે વિધાનસભા ચાલુ છે છતાં વટહુકમ માટે તૈયાર કરાયેલ મુસદો કાયદો બનીને છ મહિના પહેલાં અદાલત સમક્ષ રજૂ કરાયેલા શપથનામાથી વિપરીત શ્રી સમેત શિખરજીને વહીવટ બદલી શકે છે. લાલુ પ્રસાદ પાસે બહુમતીની ભાવનાને આદર કર્યા વિના જે અદાલતના આદેશની અવગણના કરીને જે સરકાર શ્રી સમેત શિખરજીને પોતાના અંકુશ હેઠળ લેવા માટે વટહુકમને મુસદ્દો તૈયાર કરી શકે એ કાલ ઊઠીને ન જાણે શું નહીં કરે ? ભાવિકેની આળસ જોખમી છે. | [આવતી કાલે સવારે “પ્રવાસી'માં વટહુકમના મુસદ્દાના જોખમી સ્વરૂપની ચર્ચા રવિવાર ૨૦-૮-૯૪ પૂ આ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. : પત્ર વ્યવહારનું સરનામું : પૂ આચાર્યદેવશ્રીની નિશ્રામાં ઈદરથી હાસમપુરા તીર્થ છરી પાલિત સંઘ તા. ૨૭-૧૧-૯૪ના પહોંચશે તા. ૨૮-૧૧-૯૪ થી હાસમપુરા તીર્થ ઉપધાન શરુ થશે તા. ૧૫-૧-૯૪ (પષ સુદ ૧૫) સુધી ત્યાં સ્થિરતા થશે ત્યાંનું સરનામું— છે. જૈન તીર્થ પેઢી હાસમપુરા તીથ વાયા-ઉજજૈન (મ.પ્ર.) કરાશે.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy