________________
વર્ષ ૭ અંક ૧૪ : તા. ૨૯-૧૧-૯૪:
૩૯૯
પ્રશંસા કરવી હોય તે સાથે જ કહેવું જોઈએ કે “વેશ્યા રૂપવતી હોવા છતાં પણ અગ્નિની જવાળા જેવી છે માટે તેની છાયામાં પણ જોવા જેવું નથી. નહિ તે બાળ્યા વિના નહિ રહે* વિષ્ટામાં પડેલ ચંપકના પુષ્પની સુવાસ વર્ણવાય પણ માથે ન ચઢાવાય–આ વિવેક જેમ ત્યાં છે તે અહીં આવી જાય તે કેની પ્રશંસા થાય, કેની ન થાય, કઈ રીતના થાય તે બધું આપોઆપ હયામાં સ્વત: સમજાઈ જાય.
વળી અમૃતવેલની સજઝાયમાં પણ અન્યમાં રહેલા દયા દાનાદિક ગુણે જે શ્રી જિનવચન અનુસાર હેય તે તેની અનુમોદના કરવાની કહી છે, નહિ કે પ્રશંસા.
ત્યાં કહ્યું છે કે“અયમાં પણ દયાદિક ગુણ, જેહ જિનવચન અનુસાર રે, સવ તે ચિત્તમાં અનુમદીયે, સમકિત બીજ નિરધાર રે.
(ચેતન....૨૦ અમૃતવેલની સઝાય) વળી તાર્કિક શિરોમણિ શ્રી સિદ્ધસેન દિવાકર સૂરીશ્વરજી મહારાજાએ પણ કહ્યું છે કે-“અન્ય મતેમાં પણ જે જે સારી વાત છે તે શ્રી જિનશાસન રૂપી મહાસમુદ્રમાંથી ઉડેલા મૌકિતક રૂપી રને જ છે.”
પ્ર-૧૦૬ પાંચમાં દૂષણનું સ્વરૂપ સમજા.
ઉમિશ્યામતિઓને પરિચય કરવો તેને મિથ્થામતિ પરિચય કે પ૨તીથિકાપવ કે અન્યતીર્થિક સંસ્તવ નામનું પાંચમું દૂષણ છે, અન્યતીથિકોની સાથે રહેવાથી, પરસ્પર સંભાષણ બાલવાથી, વાતચીત કરવાથી જે પરિચય થાય તેથી તેમની ક્રિયાઓ જવાથી સાંભળવાથી તેમના જેવું સુખશીલીયાપણું આવતા વાર લાગે નહિ જે દઢ સમકિતીને પણ સમકિત ગુણથી પાડનાર બને તે મંદબુદ્ધિવાળા અને નવા જ ધર્મને પામેલાની વાત શી કરવી માટે મિશ્યામતિના પરિચયને ત્યાગ કરે જરૂરી છે.
પ્ર-૧૦૭ આ પાંચના ત્યાગનું ફળ કયા દષ્ટાન્તથી સમજાવ્યું છે ?
ઉ-આ રીતના પાંચે ય દૂષણેને ત્યાગ કરવાથી સમકિત સ્વરૂપ શુદ્ધ મતિબુધિરૂપી અરવિંદ-કમળ ખીલી ઉઠશે અને તેની વાસના-સુગંધ મલ્યા કરશે.
(ક્રમશઃ)