________________
૩૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(સુખ અને સંપત્તિ) માટે ધર્મ કરીએ છીએ તે બરાબર છે. આપણે કરીએ છીએ એમાં સાધુ-આચાર્યાદિની સંમતિ છે એટલે બીચારા મુગ્ધ જીવો પણ સુખ સંપત્તિ આદિ માટેના તપાદિ અનુષ્ઠાને માં જ અટવાયા કરશે. ક્યારે ય પણ મોક્ષ માટેના નિરભિવંગ અનુષ્ઠાનમાં આવવાનું બનશે જ નહીં. અને બુધ (સમજદા૨) માનવ પણ મેક્ષ માટે ધર્મ કરવાનું છોડી દઈ સંસાર માટે ધર્મ કરતે થઈ જશે.
માટે ખરેખર આવા સંસાર માર્ગ પે ષક ઉપદેશકના વાકયે મુગ્ધ અને બુધ માણસને મુઢ બનાવનારા છે. જૈન શાસનના સાધુ-આચાર્ય આદિના પ્રયાસે મુગ્ધ જીવોને બુધ (સમજદાર) બનાવવાના જ પ્રયાસે હોવા જોઈએ જેથી એ જ મોક્ષના લક્ષવાળા બનેલા મહામાર્ગની સુંદર સાધના દ્વારા જલદી મોક્ષને પામી જાય.
સંસાર માર્ગના પોષક ઉપદેશકના મગજમાં એવી ભ્રમણ પૈદા થવા પામી છે કે જેનેતર દેવી દેવલાઓ પાસે સાંસારિક પદાર્થો માગવા માટે જાય અને તેની ભકિત કરે તેના કરતા અરિહંત પરમાત્મા પાસે માગે અને તે માટે તેમની પૂજા ભક્તિ વગેરે કરે તો એમાં કાંઈ વાંધો નથી. અને આવી ભ્રમણા વ્યાખ્યાન આદિમાં પ્રરૂપી બી જાઓના મગજમાં પણ ભ્રમણ પૈદા કરી નાખે છે પરંતુ આવા વકતા ઉપદેશકેને લૌકિક લેકે ત્તર મિથ્યાત્વના સવરૂપને તથા તેમાં કયું મિથ્યાત્વ વધુ ભયંકર છે એનો ખ્યાલ નથી. અને
ખ્યાલ છે તે તેની સામે આંખ આડા કાન કરે છે. કેઈ બાપ એ નથી હો કે મારો દિકર બહાર બજારમાં ગરલ જેવું થડા કાલે મારનારૂં સામાન્ય ઝેર ખાય તેના કરતા ઘરમાં જ ભયંકર ખાતાવેત જ મારનારૂં તાલકુટ ઝેર ખવડાવું. અન્ય દેવી દેવતાઓને માનવા પૂજવા એમાં લૌકિક મિથ્યાત્વનું પાપ લાગે છે જ્યારે પૌગલિક સુખ સંપતિ માટે અરિહંત પરમાત્માને માનવા અને પૂજવા એમાં લેકર મિથ્યાત્વનું પાપ લાગે છે લૌકિક મિથ્યાત્વના પાપ કરતા કેત્તર મિશ્યાનું પાપ વધુ ભયંકર દે. લેકિક મિથ્યાત્વનું પાપ ગરલાદિ સામાન્ય ઝેર જેવું છે. જયારે લે કેત્તર મિશ્યાવનું પાપ તાલકુટ ઝેર જેવું ભયંકર પાપ છે સાચે બાપ તે દીકરાને એમજ સમજાવે કે ઘરમાં પણ ઝેર ન ખવાય અને બહાર બજારમાં ય ઝેર ન ખવાય. બંને ઝેર મારના ૨ જ છે. તેમ જૈન શ સનના સાધુ આચાર્યાદિ એ જ સમજાવે કે અન્ય દેવ દેવલાએને પૂજાવા આદિમાં પા૫ છે તેમ અરિહંત પરમાત્માને ભૌતિક પદાર્થોની ઈરછાથી પૂજવામાં પાપ છે પેલા કરતા આ પાપ વધુ ખરાબ છે માટે બંને પ્રકારના પાપ ન કરાય. પરંતુ એવું ન બોલે કે ભૌતિક પદાર્થો માટે અન્ય દેવી દેવતાઓને પૂજવાદિ માટે ન જાય. એટલા માટે અરિહંત પરમાત્માની ભૌતિક પદાર્થો પ્રાપ્ત કરવા માટે પૂજા-ભકિત કરે એમાં વાંધો નથી.
કોઇએ એ ભૂલ કરવા જેવી નથી કે સુકૃત સાગર ચરિત્રના એ બે કલે કે માત્ર