________________
sall
– પ્રજ્ઞા : सन्तोषस्त्रिषु कर्त्तव्यः, स्वदार भोजने धने ।
त्रिषु चैव न कर्त्तव्यो, दाने चाध्ययने तपे ।। પરોપકાર બુદ્ધિવાળા પરમર્ષિઓ, ભવ્યાત્માઓના હિતની ચિંતા જેવી કરે છે. તેવી જગતમાં કેઈએ કરી નથી. દેવેને દુર્લભ એવા મનુષ્ય જમને પામે પુણ્યાત્મા આ મનુષ્ય જન્મ હારી ન જાય અને કમમાં કમ માણસાઈ ધર્મ થી પણ શ્રુત ન થાય. તેના માટે રેડસીગ્નલ બતાવતા કહે છે કે ભાગ્યશાલી ! મહામૂલો આ મનુ જન્મ વેડફાઈ ન જાય, નિષ્ફળ ન જાય તે માટે માણસાઇ મેળવવા પ્રયત્ન કરશે. તે માટે સંતોષ ગુગને આત્મસાત કર. જે તું સંતેવી બને તે બધી વિપત્તિ તારે માટે સંપત્તિ બનવાની છે અને અસંતેષી બને તે સંપત્તિ પણ વિપત્તિ બનવાની છે.
ભગવાનને સાધુધર્મ સ્વીકારવા તું સમર્થ નથી, સંસારમાં તારે રહેવું પડે છે તે ભાઈલા સંતેષને કેળવ અને માણસાઈને દીપાવવા વસ્ત્રીમાં, ભેજનમાં અને ધનમાં તે અત્યંત સંતોષી બન. જે તારે શરીરને સારું રાખવું હોય, વેગને પાછા ન પાડ હોય તે ભેગમાં, ખાવા-પીવામાં સંયમી બની જ. ભેગને અતિરેક અને ખાવા પીવામાં પશુવૃત્તિ એજ રોગને આમંત્રણ આપનારા પરિબળે છે. દુનિયામાં પણ કહેવાય છે કે, કમમાં કમ સારા બની રહેવું તે “અતિ સર્વત્ર વર્ગ' અર્થાત્ બધામાં અતિને ત્યાગ કરવો.
અતિભોગ લેલુપતાના ભેરીંગે આજે જગત ઉપર એ ભયંકર ભરડો લીધે છે જેના કારણે માણસાઈનું તે લીલામ થઈ ગઈ ગયું છે અને પાશવી વૃત્તિ તે એવી વકરી ગઈ છે જેનું વર્ણન ન થાય. તેથી સારા સારા લેકો પણ ચેકી ઊઠયા છે કે આ વિલાસી-વિકારી વાતાવરણ માનવતાના ધર્મોને વિનાશ કરનાર છે. શયતાનને પણ ભૂલાવે તેવા કારસ્તાને કરાવનાર જે કઈ હોય તે આ ત્રણમાં ભેગમાં, ભેજનમાં અને ભેગનાં સાધન ધનને મેળવવામાં અસંતોષ છે.
તેનાથી બચવા માટે જ ઉપાય બતાવતા કહે છે કે, ભાઈ દાનમાં અધ્યનન– વાધ્યાયમાં અને તપમાં તું સંતેવી નહિ પણ અસંતોષી બને. ભેજનને નાથવા ત૫ છે, ભેગલુપતાને કાપનાર, સ્વાધ્યાય છે અને ધનના અતિભને કાબુ રાખનાર દાન
(અનુ. ૩ જ ટાઈટલ ઉ૫૨)