________________
૩૦૩
કે
વર્ષ ૭ : અંક ૯ : તા. ૨૫-૧૦-૯૪ :
પ્ર. ૫૮-ત્રીજા લિંગનું સ્વરૂપ સમજાવે.
ઉ૦-ગુરૂદેવનું વૈયાવચ્ચ એ નામનું ત્રીજું લિંગ છે. તેમાં ગુરુ એટલે ધર્મોપદેશક શ્રી આચાર્ય ભગવં'તાદિ અને દેવ એટલે શ્રી અરિહંત પરમાત્મા તે ગુરૂદેવની વૈયાવચ્ચસેવા-ભક્તિ-વિશ્રામણ-પૂજા આદિ યથાશકિત કરવી. તે પણ વિદ્યાસાધકની જેમ અપ્રમત્ત બનીને કરવી પણ તેમાં જરા પણ આળસ કરવી નહિ. આળસ કરવાથી વિદ્યાની સિદ્ધિ ન થાય તેમ વૈયાવચમાં આળસ કરવાથી ગુરૂદેવની ભકિત થઈ શકે નહિ અને સમકિત ગુરુની પ્રતિ પણ થાય નહિ,
અહીં ગુરુ અને દેવની વૈયાવચ્ચ કરવી એમ કહી ગુરુને પ્રથમ અને દેવને બીજા ક્રમે મૂક્યા તે અ વિવક્ષાએ ગુરૂની પૂયતા જણાવવા સાથે ગુરૂની સેવા-ભકિત ઉપાસના વગર શ્રી વીતરાગ દેવની ઓળખ થતી નથી. શ્રી વીતરાગ દેવનું યથાર્થ સ્વરૂપ જણાવનારા ગુરૂ છે તે અપેક્ષાએ ગુરૂને પ્રથમ ક્રમે અને દેવને બીજા ક્રમે મૂક્યા છે. બાકી કર્તાને મન બંનેની પૂજયતામાં ભેદ હોય નહિ.-તે વિચાર પણ કરાય નહિ.
પ્રહ ૫૯-આ દષ્ટાંત શું શીખવે છે? ઉ૦-અપ્રમત્તતા ગુણ કેળવ્યા વિના ધર્મની સિદ્ધિ થતી નથી. અપ્રમત્ત બનવું જોઈએ. પ્ર. ૬૦-ગુરૂ દેવનું વાવચ કરવું તેમ કહ્યું તે વૈયાવચ્ચ ગુણને શાસ્ત્ર કહ્યો છે ? ઉ૦-અપ્રતિ પાતી. પ્ર. ૬૧-તે ગુણ માટે બીજું શું કહ્યું છે?
ઉ---જેમ ગેળના રવા આગળ માખીઓ બણબણે તેમ વૈયાવચ્ચને પ્રસંગ આવે તે બધા અહ પૂર્વિક કરે. “મને લાભ મળે” મને લાભ મળે તેમ છે,
પ્ર. ૬૨-વિદ્યાસાધકના દૃષ્ટાંતમાં કયે દેષ કહ્યો છે ? ઉ૦-આળસ નામનો. પ્ર. ૬૩-આળસ દષને ગુણરૂપ બનાવાય ! ઉ૦ -હા. પ્ર. ૬૪-કઈ રીતના બનાવાય તે જણાવે ? ઉ૦–અકાર્યની પ્રવૃત્તિમાં આળસુ બનવું તે ગુણ છે. પ્ર૦ ૬૫-આળસ દેષરૂપ કઈ રીતના બને ? ઉ૦.-ગુણ મેળવવા આળસ કરવી તે દેષ રૂપ બને.
પ્ર. ૬૬-આ લિંગ કઈ રીતના ઘટી શકે છે. ઉ૦-આ સમ્યગ્દષ્ટિના–એટલે કે ધર્મ અને ધમને અભેદ ઉપચાર હોવાથી સમ્યકત્વના લિંગ છે, અર્થાત્ આ શુશ્રુષાદિ જોવાથી સમ્યક્ત્વ ઉત્પન્ન થયું છે કે ઉત્પન્ન થવાનું છે તેમ નિશ્ચય કરી શકાય છે. વળી ઉપશાંત મહ ગુણઠાણે-કૃતકૃત્ય થવાથી જીવેને શુશ્રુષાદિ કદાચ પ્રત્યક્ષ ન દેખાય તે પણ ફળરૂપે હોય છે. ઉપશાંત વગેરે ગુણ શુશ્રુષાનું ફળ છે મા.
(ક્રમશ)