________________
૨૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એક વખત શ્રી કાલિકાચાયે પ્રતિષ્ઠા નપૂરમાં ચાતુર્માસ કરેલું. તે વખતે સંવત્સરિ આવી, ત્યારે, ત્યાંના રાજાએ કહ્યું કે-ભગવંત ! ભાદરવા સુધી પંચમીના દિવસે રાજ્યને તહેવાર છે. તે જે આપ તેની આગળ કે પાછળના કોઈ દિવસે સંવત્સરિને આરાધના કરાવે તે હું તેમાં ભાગ લઈ શકું. કાલિકાચાર્ય તે મહાન યુગપુરૂષ હતા. તે વખતે રાજાશાહિનો જમાનો હતે. યથા રજા તથા પ્રજાના એ કાળમાં તેમણે ધર્મવૃદ્ધિનું કારણ સમજી, રાજા ભાગ લે તે પ્રજા પણ ધમને માનતી આરાધતી થાય એટલે તેમણે પાંચમને બદલે ચોથના સંવત્સરિ કરાવી કે જેથી એક વર્ષ ઉપર એક દિવસે ન થાય. બીજે વર્ષે સંવત્સરિ આવે તે પહેલાં આચાર્યશ્રી કાળધર્મ પામ્યા. એટલે બીજે વર્ષ તેમના પટ્ટધરે કહ્યું કે ગત વર્ષે જેમ પાંચમની ચોથ કરી પણ છઠ ન કરી એવી રીતે હવે ચિથની પાંચમ ન થાય. આમ ત્યારથી જેનોના એક વર્ગમાં ચોથની સંવત્સરિની પ્રથા ચાલુ થઈ.
જૈન શાસ્ત્રો મુજબ તો આજે કઈ પંચાંગ છે જ નહિ. કેમકે, રન શાસ્ત્ર મુજબ પોષ અને અષાઢ એ શિવાય કે બીજો મહિનો અધિક આવે જ નહિ. એટલે ચાતુર્માસ દરમ્યાન અધિક મહિને ન આવે. આમ છતાં આપણે લૌકિક પંચાંગ સ્વીકારીને તે તુજબ પાંચ માસનું ચાતુંમસ કરીએ છીએ. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના પાઠ મુજબ અષાઢ. ભાદરવો, કારતક, પિષ, ફાગણ અને વૈશાખ એ છ મહિનામાં વઢી પક્ષમાં એ કેક તિથિને ક્ષય થાય એટલે વર્ષ દરમ્યાન છ તિથિ ઘટે. આમ વર્ષ ૩૬૦ દિવસનું નહિ. પણ ૩૫૪ દિવસનું જ થાય છે. એટલે જ દેશી રીતે વ્યાજ કાઢવામાં સર ગણી ૬૦ મે ભાગ એટલે મહિને અર્ધો દિવસ કાપવામાં આવતું. લૌકિક પંચાંગમાં પણ જેટલી તિથિઓ બેવડ ય છે, તેટલી વધારે ઘટાડવામાં આવે છે અને વર્ષ તે ૩૫ દિવસનું જ કરવામાં આવે છે. આ વર્ષ ચાંદ્ર વર્ષની ગણત્રીએ હોય છે.
જયારે સૌર વર્ષ ૩૬૫ દિવસનું હોય છે અને તેમાં દર ચાર વર્ષે એક લીપયર આવે એટલે એ વખતે સૌર વર્ષ ૩૬૬ દિવસનું થાય.
તે પછી ચાંદ્ર વર્ષ અને સૌર વર્ષને મેળ કેવી રીતે મળે ? એટલે એ બને સરખા કરવા માટે આઠ વર્ષ માં ત્રણ અધિક માસ આવે એ યેજના થઈ. ત્રણસે પાંસઠ અને ત્રણ ચેપન એમ વર્ષો અગીયાર દિવસને ફેર આવે તે તથા બે દિવસ લીપયરના મળી જેવું દિવસ થયા. ત્રણ અધિક મહિના આવતાં બન્ને સરખા થઈ જાય. - જૈન શાસ્ત્રોમાં જે મહિના આવે છે તે પૂનમીયા એટલે પૂર્ણિમાએ પૂર્ણ થતા મહિના આવે છે. અમાવાસ્યાએ પૂર્ણ થતા મહિનાની પ્રથા તે પાછળથી શરૂ થઈ છે. બાકી તે પૂર્ણિમા એટલે પૂર્ણમાસી અને અવમાસ્યા એટલે અર્ધમાસી એ એનો અર્થ છે.
વળી એક બીજી વાત એ છે કે આ પણ તપશ્ચર્યાનાં જે પચ્ચકખાણ સુરે ઉગેનાં જ હોય છે.”
મુિ સ.)