________________
૨૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક). શી રીતે ગાઈ શકુ? શક્તિ નથી પરંતુ ગુરૂદેવ પ્રત્યેની ભકિતને વશ થઈ બાળચેષ્ટા કરી રહ્યો છુ મારી આ ક્ષતિને મહાપુરૂષે માફ કરે.
માતા સમરથ બેન અને પિતા છોટાલાલના નંદન ત્રિભુવન વાલમાંથી રામવિજય બનેલ આ મહાપુરૂષના જીવનમાં દેવાંશી તત્વ હતું. તેમના મુખમાં સરસ્વતિના, હૃદયમાં અરિ. હંતને, કરકમળમાં શાસ્ત્રને, ચરણમાં લક્ષમીને અને મસ્તકમાં જિનાજ્ઞા નો વાસ હતા. તેમની આંખોમાં કરૂણાનું અમૃત હતુ અને શાસ્ત્ર રક્ષા માટેની અચલતાનું નિષ્કપ તેજ પણ હતું.
એક દિવ્ય તેજપુંજ સમાન આ તેજ “રામવિજયથી માંડી “વિજય રામચંદ્ર સૂરિ સુધી આઠ-આઠ દાયકા સુધી શ્રી સંઘે માણ્ય. સેંકડો વર્ષોમાં ન જોવા મળી હોય તેવી અતિ ભવ્ય દિક્ષાએ. અતિ પુન્યશાળી છતાં અતિ નિવૃહિ એવા આ મહા પુરૂષની હયાતીમાં જોવા માટે આપણે ભાગ્યશાળી બન્યા. તેમની વૈરાગ્યવાહિનિ દેશના દ્વારા સેંકડો ભવ્યાત્માઓ મહાત્મા બન્યા. હજારે આત્મા ધર્મામા બન્યા.
બાળપણથી નિડરતા, મકકમતા અને સત્યના પક્ષપાતી હતા. સત્ય ખાતર તેમણે જીવનમાં અનેક સંઘર્ષોને સામને કર્યો હતો અને આયુષ્યની છેલી પળ સુધી તેમણે સત્યને પકડી રાખ્યું હતુ. અનેક મુશ્કેલીનો સામનો કરી તેમણે દીક્ષા માગને જગતના કલ્યાણ માટે સુલભ બનાવ્યો.
સવિ જીવ કરૂ શાસન રસી” જેવી ભાવના તેમના અંતરમાં અવિરત રમતી હતી અમારા જેવા અનેક બાળકોને વાત્સલ્યની, અમિવર્ષા દ્વારા ભિંજવી, હૃદય જીતી લેનારા, અનેક યુવાનને સંસારની ભયંકરતા બતાવી, સંયમ માર્ગે લાવનારા. અનેક વૃદ્ધોને ધર્મની મહત્તા બતાવી, જીવન પવિત્ર કરાવનારા તથા સર્વ જીવો પ્રત્યે “છેડવા હવે સંસાર, લેવા જે સંયમ, મેળવવા જેવો મોક્ષ” આ ત્રણેય પદે વડે ભાવકરૂણુ થી આત્મ કલ્યાણને સંદેશો આપી જીવન ભર દર્શન પદની આરાધના, પ્રભાવના અને રક્ષા કરી. સવ પરનું દર્શન નિર્મળ કરી. “દર્શન” નામના બંગલામાં ક્ષાયીક દર્શનને પાપ્ત કરવા સમાધિપૂર્વક પ્રયાણ કરી ગયા. આવા પરમતારણહાર ગુરૂદેવ પ્રત્યે મારી એક જ માંગણી છે કે
“ગુરૂદેવ મુજમન મદિરે વારસ બની બેસી ગયા, ગુરૂદેવ મુજ મન મંદિરે આરસ બની છાંઈ ગયા. ગુરૂદેવ તુજ ગુણ રાજ્યને વારસ મને જ બનાવજો,
તુજ ભકિતથી મુકિતથી મળે આશિષ એવા આપજે” વળી હે ગુરૂદેવ આપ જા બિરાજો છો ત્યાંથી એટલી જ કૃપા વરસાવજે કે
“આપે બતાવ્યા માગથી મન મારૂ જરિયે ના ચલે, ભાગ્ય મળ્યા ગુરૂ આપ હવે મુજ મન બીજે કયાંય ના ફી