SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - ૧૬૮ શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક નિમિત્તભૂત તેમની માતા પરમ શ્રાવિકા પાહિણીદેવીના ત્યાગની વાત કરવી છે. મેટી મટી મહિલા અને ગગનચુંબી શ્રી જિનાલયના અસ્તિત્વમાં પાયાના પત્થરોનું પણ તેટલું જ મહત્વનું યોગદાન મનાય છે. તેમ શ્રી જૈન શાસનમાં કલિકાલ આ સર્વસને પેદા કરવામાં તેમની માતા પાહિણીદેવીનું પણ તેવું જ તેથી પણ અધિક | યોગદાન છે. તેમ કહેવું જરાપણ અતિશયેકિત ભર્યું નથી. આપણને ખબર છે કે પાહિણીદેવીએ ચાંગદેવ નામના તેજસ્વી પુત્ર રત્નને જન્મ આવે છે. જે બાલક બાલ્યકાળથી જ સંસ્કારિત વિરાગી અને ધાર્મિક પ્રકૃતિને છે. પુત્રના લક્ષણ પારણામાંથી તે ન્યાયે તે બાલ્યકાળથી જ ઉમદા સ્વભાવને હતે. તેમની માતા પાહિણીદેવી જેમ પરમ શ્રાવિકા હતી તેમ તેનો પિતા ચચ ધર્મ ભાવનાથી રહિત હતે. એકવાર શ્રી જિનેશ્વરદેવના મંદિરમાં વીત્યવંદન વખતે પોતાની માતા સાથે દશનાર્થે આવેલા આ બાળક ચાંગદેવ, જ વખતે ચૈત્યવંદનાથે આવેલા પૂ આ. શ્રી વિ. દેવચંદ્ર સૂ મહારાજના આસન ઉપર બેસી ગયો. બાળકને જોતાં જ લક્ષણના ૧ જાણ પૂ. આચાર્યદેવને થયું કે આ બાળક લક્ષણવંતે છે અને શાસનને મહાન પ્રભાવક કે થાય તે છે. પિતાના શરીરને વિષે પણ નિસ્પૃહ એવા પરમષિએ શાસનને વિષે પૃહાવાળા જ હોય છે. તેથી અવસર પામીને ચતુર્વિધ શ્રી સંઘ સાથે ખુદ પૂ. આ. શ્રી વિ. દેવચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ધંધુકામાં પરમશ્રાવિકા પાહિણીદેવીના ઘરે પધાર્યા શાસનના મર્મને જાણનારી શ્રાવિકા માર્ચિત થઈ, અંગે અંગ આનંદ ઉભરાયે કે મારા જેવી સામાન્ય ન્યના ઘરે આવા પ્રભાવક પૂ. આચાર્ય ભગવંત સાથે શ્રી સંઘના પગલા કયાંથી ? આજે મારે આંગણે ક૯પવૃક્ષ ફળીયા !!! તેમ માની શ્રી સંઘની ઉચિત આગતા-સ્વાગતા કરી છે વિનયપૂર્વક આવવાનું પ્રયોજન પૂછવું. તે વખતે શાસન પ્રભાવક પૂ. આચાર્યદેવેશે ધીર-ગંભીર અવાજે કહ્યું કે “હે શ્રાવિકે ! હે ભદ્ર ! તારે આ બાળક શાસનને પ્રભાવક પાકે તેવો છે તેને શાસનને ચરણે સોંપવાનું કહેવા માટે શ્રી સંઘ સાથે હું આવ્યો છું. તે વખતે નમ્રતાની મૂતિ છે એવી માતા પાહિણીદેવીએ વિનયપૂર્વક કહ્યું કે “હે ભગવંત ! મારૂં એવું સૌભાગ્ય [ કયાંથી ! મારો બાળક આપની નજરમાં વસી ગયો. હું ધન્ય ધન્ય બની ગઈ. જગત | પૂજ્ય એવા પુત્રને જેવા મારી આંખે તલસી રહી છે. મારું હૈયું થનથની રહ્યું છે. મારે | મનમયુર નાચી રહ્યો છે. તેથી મારા પુત્રને હું આપના ચરણે આપું છું. પરંતુ સાથે સાથે એટલી વિનંતિ પણ કરું છું કે, હે ભગવંત! આને પિતા આજે અહીં હાજર નથી. કામ પ્રસંગે દેશાંતર ગયા છે. તેઓ હજી ધર્મને પામ્યા નથી. તેથી વિરોધ પણ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy