________________
દેવદ્રવ્યરક્ષાનો શાસ્ત્રીય ઉપદેશ આપો સંઘની સાચી વ્યવસ્થામાં ભાગી બને
છે
છેલ્લાં પાંચ સાત વર્ષ થયા જેન સંધને મોક્ષે ઉદ્દેશીને આપવાના વ્યાખ્યાનને બદલે દહેરાસરની કઈ આવક દેવદ્રવ્ય કહેવાય અને અમુક આવક કપિત દેવદ્રવ્ય કહેવાય. ગુરૂપૂજન દ્રવ્ય ગુરૂ વૈયાવચમાં વપરાય આવા શાસ્ત્ર સિધ્ધાંતથી ઉલટા વ્યા
ખ્યાને અપાય છે. ઘણું પુસ્તકે તેવા હોવા છતાં ધર્મ વહીવટ પુસ્તકે બહાર પાડી જેને સમાજને વિચારના ચકડોળે ચડાવી કલુષિત વાતાવરણ કર્યું છે.
અત્યાર સુધી હિન્દુસ્તાનભરમાં સર્વપ્નાની બેલી ઉપધાન માળા પહેરામણીની બાલી વિગેરેની આવક દેવદ્રવ્યમાં જતી હવે એને બદલે એ બંને અને બીજી આવક કપિત દેવદ્રવ્ય કહેવાય અને તે રકમ ગમે ત્યાં વપરાય અને એટલી હદ સુધી વાત કરે છે કે એ દ્રવ્યમાંથી સુખી શ્રાવકે પૂજા કરી શકે ગરીબ શ્રાવકે માટે એ દ્રવ્યમાંથી કેસર–સુખડ, બરાસ, ફૂલ ફલ નેવેદ્ય વિગેરે પૂજાની સામગ્રી ખરીદીને સાધારણ સ્થિતિના શ્રાવક માટે સંધે પૂજાની વ્યવસ્થા કરી આપવી આવા મતલબના ઉપદેશ અપાય છે. ધર્મ—વહીવટ પુસ્તકમાં એમ સમજીવે છે. હવે એ ઉપદેશનું અનુકરણ કરવું હૈય તે સાધારણ સ્થિતિના શ્રાવક માટેનુ પૂજાનું કેસર, બરસ કુલ જુદા રાખવા પડે એ વાપરનારને હું સાધારણ સ્થિતિને છું એ જગજાહેર થવાનું રહે આ ઉચિત છે ?
ખબર નથી પડતી કે શાસનનાં ઘણા કાર્યો છે તે મુકી દઇને શ્રાવક સંઘને ગરીબ અને શ્રીમંત દેખાડવા જેવી પ્રવૃત્તિ કરાવામાં માઘમ કરે છે.
દરેક દહેરાસરમાં સાધારણ ખાતાની ટીપ થાય છે. કેટલા દહેરાસરમાં કેસર પૂજાના ખર્ચ મહિના માસને ખર્ચ, પક્ષાલ પૂજા માટે દુધને મહિના માસને ખર્ચ, કૂલ પૂજાને મહિના માસને ખચ, બધા ખર્ચને નકરા નકી કરી જાહેર કરે છે ત્યાં જ બાર માસના લાભ લેનાર ભાગ્યશાળીઓનાં નામ જુદા જુદા મહિનાના લખાઈ પણ જય છે ઉપરાંત છુટક સાધારણની ટીપ થાય છે એટલે સૌ પોતાની શકિત પ્રમાણે રકમ લખાવે છે કે ઈ રૂા. ૧૦ લખાવે કેઈ રૂા. ૧૦૦થ લખાવે એ પણ ન બની શકે તે સાધારણ ખર્ચને ભંડાર રખાય છે એમાં ચાર આનાથી માંડી ગમે તેટલા રૂપીયા નાખી માણસ લાભ લઈ સંતોષ પામે છે. આમ જુદી જુદી કીમથી સાધાસ્તુનાં . ખર્ચનાં પૈસા ભેગા થાય તેમાં કઈ માણસે જરા પણ લાભ લીધો ન હોય તે પણ પૂન કરી શકે છે એમાં કોને લાભ લીધે નથી એ કઈ જાણતું નથી.