________________
વર્ષ : ૬ અંક ૪૭-૪૮ તા. ૨-૮-૯૪
: ૧૧૨૫
સાચા ગચ્છ છે. તેની પરંપરા આજ સુધી અખંડિત ચાલી આવી છે, જેમાં કેઇ ડેરફાર થયો નથી.
માટે મારી ભલામણ છે કે-આ કાળમાં પણ જે ખસી જાય તેની ચિ તા ન કરવી, એાછા રહે તેની ચિંતા ન કરવી, ઓછામાં જ શાસન છે. સિધ્ધાન્તની વાતમાં બહુમતિ જુઠ્ઠી હોય છે. આપણે સર્વાનુમતિ પણ નથી માનતા. શાસ્ત્રામતિમાં જ માનીએ છીએ. શાસ્ત્ર વિદ્યમાન હોય ત્યારે પર. પર ન જવાય
તિથિ અંગે સત્ય શું છે, પૂજ્યશ્રીજીની હત્યાની ભાવના પણ શું છે, તે આના પરથી સ્પષ્ટ થાય છે અને વાચકે સ્વયં તે સમજી શકશે તેવી આશા અસ્થાને નહિ ગણાય.
(૧૦) : નમે સૂરિરાજા સદા તત્વજાજા : શ્રી જિનેશ્વર દેવોના શાસનમાં યોગ્ય આત્માને યોગ્ય પદ ઉપર સ્થાપન કરવામાં ન આવે તે તે આચાર્ય પણ પ્રાયશ્ચિત્તના ભાગીદાર બને છે. તે જ રીતે જે અયોગ્યને પણ પ્રદાન કરવામાં આવે છે તે પણ તેવા જ દેષથી દેષિત બને છે. શાસ્ત્ર પ્રસિદ્ધ વાત છે કે- કલિકાલ સર્વજ્ઞ પૂ. આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની તારક આજ્ઞાનું પાલન કરવા પોતાના પ્રાણની આહુતિ હસતે મુખે આપીને પણ તેઓશ્રીજીના અંતેવાસી પૂ આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ, રાજા અજયપાલના કહેવાથી પણ બાલચન્દ્રને પદ ઉપર આરુઢ ન કર્યા. આવી ઉત્તમ પરંપરાને ધારણ કરનારા અને તેનું મેં રવ ગાનારા મહાપુરુષ યોગ્ય આત્માઓને યોગ્ય પદ ઉપર સ્થાપન કરે જ.
તદનુસાર પૂજ્યશ્રીજીમાં યેગ્યતા નિહાળી ગુર્વાદિ વડીલે એ ક્રમશ: સં. ૧૯૮૭ના કારતક દિ. ૩ના મુંબઈ મુકામે ગણિ પંન્યાસપદ ઉપર, સં. ૧૯૯૧ ના ચૈત્ર સુદ્ધ ૧૪ ના રાધનપુર મુકામે ઉપાધ્યાય પદ ઉપર આરૂઢ કર્યા હતા અને સં. ૧૯૯૨ના વૈશાખ સુદ ૬ ". મહામંગલકારી દિવસે મુંબઈ લાલબાગ મુકામે, પિસ્તાલીશ દિવસના ઉજવાયેલ ભવ્યાતિભવ્ય મહત્સવ પૂર્વક, શ્રી જૈન શાસનના “રાજા” સમાન અને શ્રી નવકાર મહામંત્રના તૃતીય પદ ઉપર આરૂઢ કરાયેલ અને તે પદ ઉપર બિરાજી ૫૬-૫૬ વર્ષો સુધી સકલ શ્રી સંઘના ગ–ક્ષેમપૂર્વક વડીલેની વફાદારી જાળવીને પોતાની જવાબદારીને યથાર્થ વહન કરી ભાવિ આચાર્યોને અનોખે આદર્શ આપી ગયેલ છે.
તે તૃતીયપદની જોખમદારી પૂજ્યશ્રીજીના શબ્દોમાં જ જોઈએ. મારી ઉપર મારા પૂ ગુરૂ મ. અને તેઓના પણ પૂ. ગુરૂ મ. નો ઘણે ઉપકાર