SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ : ? શ્રી જૈન શાસન (અઠવાડિક) અપીલના જજમેન્ટમાં વિદ્વાન ન્યાયાધીશ મી. ડેવીસે પહેલાંના જજમેન્ટમાં જે “અનેક સુધારા” કર્યા હતા, તેમાં એ પણ “સુધારે કર્યું હતું કે તે મુનિ રામવિજયજી એક ધમ શ્રદ્ધાળુ' સાધુ છે—ધર્મઝનૂની નહિ ! વધુમાં બાઈ રતને કરેલા કેસના સંબંધમાં પણ જેમની જુબાની વિધિ સપાત્ર ગણવામાં આવી હતી, તે અમદાવાદની મેલ કે કેર્ટના જજ રા. સૂરચંદ પી. બદામીએ જુબાનીમાં પૂ. શ્રી માટે જણાવ્યું હતું કે– હું રામવિજયજીને ઓળખું છું. તેઓ જૈન ધર્મના સાધુ છે. હું તેમને ગુરૂ તરીકે માનું છું. રામવિજયજીનો ઉપદેશ મેં સાંભળ્યો છે. તેમના આચાર-વિચાર જેનધમને તદ્દન અનુસરતા છે. આ બંને (પૂ. રામવિજયજી અને તેઓ શ્રીમદના ગુરૂ સિદ્ધાંત મહેદવિ શ્રી પ્રેમવિજયજી મહોપાધ્યાય) સાધુઓના ચરિત્ર વિશે મને ઉંચે અભિપ્રાય છે. અને તેઓ બંને ઊંચી કેટિના સાધુ છે. જ્યારે મેં રામવિજયજીને પાનસરમાં પહેલી જ વાર સાંભળ્યા ત્યારે મને લાગ્યું કે-એ ઝેઠીજી (અસાધારણું) થશે અને તેમના ગુરૂ આત્મારામજીનું નામ રાખશે. અને તે પછીના અનુભવથી મારે તે અભિપ્રાય હજુ બદલાયે નથી.” [૮] શાસનવિરોધીઓના હાથ હેઠા પડયા. મુંબઇમાં જ્યારે વિરોધીઓ એક પણ બાબતમાં ફાવ્યા નહિ ત્યારે ચાલુ રાજકીય ચળવળની એથે શોધીને તદ્દન જુઠાણાભરી બાબતે પૂ.શ્રી માટે પ્રસરાવ કે-“પૂ.શ્રીજી યંત્રવાદને પોષે છે, સ્વદેશીને નિંદ છે, તકલી ફેરવવામાં મીલના સંચા કરતાંય વધારે પાપ કહે છે અને ગાંધીજીને મીઠાચર કહીને મીઠાના કાયદાના ભંગની પ્રવૃત્તિને નિંદે છે. તેનો ખુલાસે કરતાં તા. ૨૬-૩-૧૯૩૦ના વ્યાખ્યાન બાદ પૂ શ્રીજીએ કહ્યું હતું કે- “નિરંતર વ્યાખ્યાનમાં આવતા તમે તે જાણે જ છે કે-વર્તમાન રાજદ્વારી હીલચાલના સંબંધમાં તે હીલચાલમાં પ્રકટ થયેલી આપણને હિતકારી એ –બે બાબતે સિવાય, કેઈપણ દિવસ આપણે કશું બોલ્યા નથી. વિરોધ કરનારાઓએ. આજ સુધી અનેક રીતિએ વિરોધ કર્યો, પણ તેઓ તદ્દન ઉમાગે હવાથી જરાપણ ફાવી શક્યા નથી. એકાંત હિત બુદિધથી કહેવાયેલા એક વાક્યની ઉપાડી ઠામ ઠામ દોડાદોડ કરી ૧-પૂ. આત્મારામજીના પટ્ટધર વિજય કમલસૂરિજી તેમના પટ્ટધર વિજય દાનસૂરિજી તેમના મુખ્ય શિષ્ય પ્રેમવિજયજી અને તેઓ શ્રીના શિષ્ય આ મહાત્મા. (મુનિ રામવિજ. યજી). પરંતુ આ સાધુસમૂહ શ્રી આત્મારામજીના સંઘાડા તરીકે ઓળખા તે હેઈને, શ્રી બદામીએ પૂછીને તેમના શિષ્ય કહેલ છે. પૂ. આત્મારામજી મહારાજ વીસમી સદીના એક પરમ પ્રભાવક હતા.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy