________________
* ૧૧૧૮ : .
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
વૃત્તિ ખુલ્લી પાડી દીધી. પણ આગમના અભય કવચનો જે વરેલા હતા અને બાદશાહી સન્માનોમાં પણ જે લેપાયા ન હતા તે આવા વિરોધથી કેમ મૂંઝાય ? માન અને અપમાનમાં સમવૃત્તિને ધારણ કરનારા પૂર્વ મહર્ષિ–પરમર્ષિઓની સાક્ષાત્ કાંખી ત્યારે લેકેને કરાવી.
વહેલો ઘા રાણાન” એ ન્યાયે પહેલા જ મુકાબલે વિરોધીઓના હાથ હેઠા પાડી દીધા. પછી તે જે જોમવંતી, મડદામાં પણ પ્રાણ પૂરે એવી જોમવંતી વાણીને એ અખલિત પ્રવાહ વહેતો થયું કે વિરોધ કરવા આવનારા જે સમજુ હતા તે પણ પોતાની ભૂલ સુધારી પૂ.શ્રીજીના પ્રશંસક બન્યા એટલું જ નહિ પણ સ ચા અર્થમાં ઉપાસક અને ભક્ત પણ બન્યા. સિંહનાદ સમી શાસ્ત્રાસારિણી વાણીથી, વિરેધીઓના દંભનાં પડ ચીરાવા લાગ્યાં. તેથી તેઓ વધુને વધુ ઉશ્કેરાવા લાગ્યા, અકળાવા લાગ્યા. તે વખતે પૂ.શ્રીજી ઉપર મરણાંત આપત્તિએ આપવામાં બાકી ન રાખી. સલામતી માટે દરરોજ પૂ.શ્રીજીના સંથારાનું સ્થાન રાતના ૫-૭ વા૨ બદલાવામાં આવતું વિરેાધીઓના બધાં શસ્ત્રો બુઠ્ઠાં બન્યાં, નાકામિયાબ બન્યાં અને હેઠાં પડયા. છેલ્લે વિચાર્યું કે, આમને જે બોલતા બંધ કરવામાં આવે, તે આ પણ પીપુડી કાંઈક વાગે. તેથી તેમણે ગોઠવેલા છટકામાં. સારા આગેવાનો પણ પડાઈ ગયા. એક જ વાત ફેલાવી કે, આ વ્યાખ્યાનવાણીના કારણે જ વાતાવરણ વધુને વધુ ડહોળાતું જાય છે તે બધે વ્યાખ્યાન બંધ રાખવામાં આવે તે શાંતિનું વાતાવરણ સર્જાય. જેમણે પિતાની બુદ્ધિથી સમજી ન શકવાના કારણે તે વાત લઈને આવ્યા કહેવાતા “શાંતિ દૂતે ને આ વાત ફાવતી આવે. તેમાં નવાઈ નથી.
તે બધા ભેગા થઈ પૂ.આ. શ્રી વિ. દાનસૂરીશ્વરજી મહારાજા પાસે ગયા અને ઉપરક્ત વાત કરી ત્યારે સુવિહિત. શિરોમણિ તે પૂ. આચાર્ય ભગવંતે ઉત્તર આપ્યો કે-“રામવિજયજીને મળે.” વિચારે ! કેવી અદભૂત શક્તિ જે હશે તે મહ. પુરુષે આ ઉદય પામતી મહાપ્રતિભામાં ! બધા પૂ. મુનિશ્રી પાસે ગયા. બધી વાત કરી, તે એ શાંતિથી વાત સાંભળી અને તેના ઉત્તરમાં પૂ. મુનિશ્રીનો પુણ્યપ્રકોપ જોઈ તે બધા ડઘાઈ ગયા, તમાંથી સારા આગેવાનના મેઢામાંથી નીકળી ગયું કે “તે તમારા રક્ષણની જવાબદારી અમારી રહેતી નથી. ત્યારે પૂ.શ્રીજીનું પુતે જ તે બધા ખમી પણ ન શકયા. પૂ.શ્રીજીએ જવાબ આપે કેતમારા ઉપર અમે દીક્ષા લીધી નથી. ભગવાનનું તારક શાસન પામ્યા છીએ અને તારક ગુરૂની છત્રછાયા મલી છે. પછી કેઈના ય રક્ષણની અમારે જરૂર નથી. ભગવાનની વાણી બંધ નહિ જ થાય. તમે નહિ આવો તે મારા સાધુઓને સમજાવીશ. પૂ.શ્રીજીની સચેટ દલીલે તેમના ગળે ઊતરી ગઈ, પોતાની ભૂલ સમજાઈ અને માફી માગી, લાવેલો પ્રસ્તાવ એમ જ લઈને પાછા ગયા.
તે પછી તે પૂ.શ્રીજીને જે સફળ આવકાર મળે તેથી છંછેડાયેલા નાગ જેવા