________________
૧૦૭૮:
: શ્રી જૈન શાસન (અઠવાડિક).
કાય, અબીલ-ગુલાલની ફેંકાફેક થાય. પાલખી કે નનામી ઉપર જરીવાળુ કપડુ વીટાળવામાં આવે અને સ્મશાને પહોંચ્યા પછી, સાધુ કે સાધવીના દેહને અગ્નિદાહ દેવાય ત્યારબાદ એ જરીવાળા કપડાના ટુકડા કરી વહેંચવામાં આવે. એ લેવા માટે કેટલી લૂંટાલુંટ !
આ બધાની પાછળ કદાર ગ્રંથમાં તીર્થકર ભગવતેના દેહની અંતિમ વિધીની વાતે આવે છે. તેનું અનુકરણ કરવાની વૃત્તિ કદાચ હોઈ શકે તેમજ સુકૃત્યના પ્રભાવે જીવ દેવલોકમાં જાય અને ત્યાં “જય જય નંદા “જય જય ભદ્રા કરીને એને જન્મ ધારણ કરતાં જ આવકાર આપવામાં આવે કે તમે અમારા નાથ થયા તમારે જય હે એમ કહેવામાં આવે. એના અનુકરણ રૂપે સાધુ સાધ્વીની સ્મશાનયાત્રા વખતે “જય જય નંદા” “જય જય ભદ્રા” એમ બોલતા બોલતા જવાનો રીવાજ પડયે હશે એમ અનુમાન થઈ શકે છે.
પણ એક માનવી જાય, ભગવાન મહાવીરના માર્ગે ચાલનાર અને અન્યને એ માર્ગે ચલાવનાર, એક સર્વવિરતિ ધર્મના ઉપાસકની ખેટને કેઈ શેક કોઈના મહીં ઉપર દેખાતો નથી ! કેઈ એમ કહેશે કે એ તે પોતાનું કલ્યાણ સાધી ગયા, એમાં શોક શા માટે કરે ?
આ સાથે એક વાત સમજવા જેવી છે કે આ સાધુ સાવીએ તે શુભ અથવસાયમાં કાળધર્મ પામીને સ્વર્ગમાં જાય છે. પણ ભગવાન તીર્થંકર દેવ તે સર્વ કાર્ય સિધ થઈ, સવ કમને ક્ષય કરી, જન્મ મરણના ફેરા ટાળી, લોકના અગ્રભાગે જઈ. અશરીરીતા પ્રાપ્ત કરી સિદ્ધ થઈને બિરાજે છે. તેવા ભગવાન મહાવીરને માટે પણ અઢાર રાજાઓને શેક થયે હતે, ભગવાન મહાવીરના મોટાભાઈ નંદીવર્ધનને પણ ખૂબ જ શેક થયે હતે. અને એથી તે તેમની બહેને એ શેક ભૂલાવવા માટે બીજાને દિવસે ભાઈને જમવા માટે લાવ્યા હતા જે ઉપરથી તે ભાઈબીજને તહેવાર બન્યો છે.
વળી, ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય અને ગણધર, શ્રી ઈન્દ્રભૂતિ ગ તમને કેટલ શેક થયે હતે? આપ સર્વેને વિદિત છે, અને તે ભગવાનના વિરહના પ્રસંગ ઉપર કેટલાય કવિઓએ ગૌતમ વિલાપ” ઉપર છંદો, દેહરા અને કાવ્ય રચ્યાં છે.
મતલબ કે કોઈને પણ દેહ છોડીને જવાનો પ્રસંગ એ આનંદ કે ઉતાવને પ્રસંગ નથી કારણ કે આપણને તે એ વ્યકિતની ખેટ પડે છે.
આવા પ્રસંગે આનંદ અને ઉલ્લાસપૂર્વક અબીલ અને ગુલાલ ફેંકનારને કઈ કાંઈ કહી પણ શકતું નથી કે ભાઈ વિવેક જાળવે. કોઈ કહેવા જાય તે તેનાં પણ કપડાં આ ઉત્સાહિતે વધારે ઉત્સાહપૂર્વક બગાડે !