________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
જતન માટે જીવસટોસટની લડાઈ લડી લેવા તેઓ કટિબદ્ધ છે. અહીં દિગંબરેના એક પછી એક જૂઠા દાવાઓની સત્ય હકીકતે, માહિતીઓ અને દસ્તાવેજી પુરાવાઓ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યા છે.
સમેતશિખરજી તીર્થમાં યાત્રિકોની સવલત માટે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી દ્વારા કંઈ પગલાં લેવામાં આવતાં નથી, એ ક્ષે પ દિગંબરે તરફ . વારંવાર કરવામાં આવે છે. બિહારના મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવે પણ એવું નિવેદન કર્યું છે કે શ્વેતાંબરેના વહીવટને કારણે આ તીર્થને વિકાસ રૂંધાઈ ગયે છે. સાચી વસ્તુસ્થિતિ એ છે કે તાંબર પેઢીએ જ્યારે જ્યારે આ તીર્થમાં સમારકામના કે સવાલ ઊભી કરવાના પ્રયાસ કર્યા છે, ત્યારે દિગંબરેએ તેમાં અંતરાયો ઊભા કર્યા છે. છેક ૧૯૨૬ની સાલમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ તીર્થમાં યાત્રિકને સુવિધા મળી રહે તે માટે ધર્મશાળાનું બાંધકામ શરૂ કર્યું ત્યારે દિગંબાએ અદાલતમાં એવી ફરિયાદ કરી કે સમેતશિખરજી તીર્થ એટલું પવિત્ર છે કે તેની ટોચ ઉપર ઘર્મશાળા પણ બાંધી ન શકાય. હાઈ કોર્ટને ચુકાદે તાંબરની તરફેણમાં આવતાં દિગંબરોએ તેની સામે છેક લંડનની પ્રિવી કાઉન્સિલમાં અપીલ કરી હતી. પ્રિવી કાઉન્સિલે પણ વેતાંબરની તરફેણમાં જ ચુકાદો આપે ત્યાર પછી જ પહાડ ઉપર ધર્મશાળા બાંધી શકાઈ હતી.
શ્વેતાંબર સંઘ વતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીએ દિગંબરો સામે ગિરિડિહની કેર્ટમાં ૧૦–૬૭ નો દાવો કર્યો હતે. આ દાવા અન્વયે વડી અદાલતે તા ૨૧-૧૧-૧૯૬૭ના રોજ એવી સૂચના આપી હતી કે ગિરિડિહની કોર્ટમાં કેસને નિકાલ ન આવે ત્યાં સુધી તાંબર સંઘ કે દિગંબર સંપ્રદાય સમેતશિખરજી ઉપર કઈ નવું બાંધકામ ન કરી શકે. જે કઈ સમારકામ કરવાની જરૂરિયાત ઊભી થાય તે તે માત્ર વેતાંબર જ કરાવી શકે, પણ તે માટે તેમણે નીચલી અદાલતની પરવાનગી લેવી જોઈએ. આ સૂચનાના અનુસંધાનમાં આણંદજી કલ્યાણજી પેઢીએ તા. ૧૪-૨-૧૯૬૯ ના રોજ નીચલી અદાલતમાં એક અરજી કરી બિસમાર હાલતમાં મુકાઈ ગયેલાં અમુક કે, મંદિર અને ધર્મશાળાઓનું સમારકામ કરવાની પરવાનગી માગી. આ સમારકામ માત્ર વેતાંબર જ નહિ, દિગંબર યાત્રિકને પણ પડતી તકલીફના નિવારણ માટે જરૂરી હતું. આ સામે દિગંબરેએ વાંધો ઉઠાવ્યા. તે પણ અદાલતે રૂબરૂ તપાસ પછી
તાંબરને સમારકામ માટે પરવાનગી તા. ૧૧-૮-૧૯૬૯ના રોજ આ વી. સમારકામમાં અડચણરૂપ બનવાની દિગંબરની ઈચ્છા પૂરી ન થઈ એટલે દિગબધાએ કેજદારી ધારા નીચે ફરિયાદ કરી (સી. આર. નં. ૯૭૬-૬૯) તા. ૪-૧૦-૧૯૬૯ના રોજ સમારકામ અટકાવવાની કોશીશ કરી.