SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે . . - - - ૦ ભગવાનના સાચા સેવકને તે સંસારની સામગ્રી ઉપાધી લાગે અને ધ ની સામગ્રી સંપત્તિ લાગે. જેને પિતાનું અજ્ઞાન કાઢવાનું અને જ્ઞાન મેળવવાનું મન નહિ તેવાને સાધુનો સાચે ખપ પડે નહિ. - ભગવાન શ્રી જિનેશ્વરદેવને શ્રી સંઘ તે ધર્મ આરાધકને ધર્મની આરાધનામાં સહાયક થાય. ૦ શ્રી સંઘ તે પચીશમે તીર્થકર કહેવાય છે. કયે? આજ્ઞા મુજબ ચાલે તે! આજ્ઞા પાળવામાં તત્પર હોય તે ! આજ્ઞા પાળવા ઈછે તેને સહાય કરવા તત્પર હોય તે ! 2 અધમ કરવાનું જે કહે તેની સાથે મૈત્રી પણ ન થાય. તેને ના પાડવામાં પાપ નહિ, હા, પાડવામાં પાપ ! • પ્રયત્ન એવા કરવા જોઈએ જે પરિણામે સ્વતંત્ર બનાવે. • કર્મના સંગ્રામમાં નિડરતા રાખવાનું શ્રી જિનેશ્વરદેવે કહ્યું છે પણ પાપથી નહિ ડરવાનું તે શ્રી જિનેટવરદેએ કયાંય પણ કહ્યું નથી. ૦ અનંતકાળે આ મનુષ્યભવ મળે છે ત્યાં ધર્મસહાય વિના બીજુ મંગાવ પણ કેમ? બીજું-ત્રીજુ માગવાની ઈચ્છા એ ભયંકર તુચ્છ મનવૃત્તિનું દ્યોતક છે. જે આત્માઓને સંસારમાં જ રસ છે, મેક્ષની ઈચ્છા પેદા થતી નથી. સંસારનું સુખ અને સંપત્તિ વિના તે ચાલે જ નહિ આવી માન્યતા જેની હોય તે પોતે તે ધર્મ કરે નહિ પન બીજા જે ધર્મ કરતાં હોય તેમને અંતરાય કર્યા વિના પણ રહે નહિ. જેને દુર્ગતિમાં ન જવું હોય તેને ધર્મશીલ બનવું જોઈએ અને પરિવારને પણ ધર્મશીલ બનાવવું જોઈએ. અને તે સાધુધર્મ પમાડે જોઈએ. તે ન બને તે સાધુ ધર્મ પામવાની શકિત આવે તે ધર્મ પમાડ જઈએ. છે જેને મિક્ષ ગમે તેને ધર્મ ગમે. જેને સંસાર ગમે તેને પાપ-અધર્મ ગમે. છે જે સાધને માન-પાનાદિ જ ગમે. તે માટે બધા પ્રયત્ન કરે તેની તે મારા કરતાં પણ વધારે ખરાબ હાલત થવાની છે. ૦ સંસારને પ્રેમી અને માન-પાનાદિને ભૂખે બનેલ છવ કયારે શું ન કરે તે કહેવાય નહિ.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy