________________
: વર્ષ ૬
અ'ક ૩૮ : તા. ૧૦-૫-૯૪
વિચાર' પૃ. ન’. ૧૪૯) એ મુનીશ્રીને પૂછવુ જોઇએ કે સયમની સાધના માટે શ્રી વીતરા પરમાત્માએ જે વસ્ત્રાદિ કાખવાનું ફરમાવ્યુ છે, તે સિવાયનાં બીજા ઉપકરણા નહિ રાખવાની પ્રતિજ્ઞા સાધુ ભગવંતએ લીધી છે કે નહિ ? કે પછી એ ઉપકરણાની મૂર્છા જ નહિ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે ? શ્રી વીતરાગ પરમાત્માએ ઉપદેશેલાં એ વસ્ત્રાદિને આજ્ઞા મુજબ રાખવા છતાં તેની ઉપરની મૂર્છાને ત્યાગ કરવાદુ વિધાન છે. મૂર્છા વગર' ગમે તે ઉપકરણુ રાખવા માટે વિધાન નથી. દ્વિગ'ખરેએ તા સ યમસાધક કઇ પણ વસ્ત્ર વગેરે રાખવાનું ઉચિત માન્યું નથી. મુનિશ્રી મૂર્છા વિના બધું જ રાખવાનું ઉચિત માને છે.
શાસ્ત્રકારાએ, દિગ`બાને મૂર્છા ન રાખતાં વરુ વગેરે વાપરવાના ઉપદેશ આપ્યા. મુનિશ્રી મૂર્છા વગર સુવર્ણાદિ રાખવાની રજા આપી રહ્યા છે. ધન્ય છે !
વાસ્તવમાં શ્રી શ્રાદ્ધજીતકલ્પ જેવા પ્રાયશ્ચિતના ગંભીર શાસ્ત્રની ચર્ચા કરવાની મુનિશ્રીની કઈ પાત્રતા જ નથી અને છતાં તેઓ જાહેરમાં આવી ચર્ચા કરી રહ્યા છે. છે સૂત્ર વગેરેના પરમા સમજવા જે વાગ્ય ગુરૂગમ જોઇએ. તેના અભાવે મુનિશ્રી પાતાના ન્યાય-વ્યાકરણુ વાપરી રહ્યા છે. વર્ષો પૂર્વે આવા જ અનાડી વિદ્વાનોએ ‘ભગવાન મહાવીર અને એમના સાધુએ માંસાહાર કરતા હતા’ આવા નિક આગમગ્રન્થામાંથી કાઢી
• ૧૯
બતાવ્યા હતા. માત્ર ન્યાય-વ્યાકરણનુ` પાંડિત્ય, આપણાં શાસ્ત્રોના પરમા પામવા માટે પૂરતું નથી. પેાતાના ક્ષેત્રમાં દિગ્ગજ ગણાતા પંડિત પણુ, આપણા શાસ્ત્રના પ્રાથમિક સિધ્ધાંત સમજવાસમજાવવામાં કેવા છબરડા વાળતા હાય છે એના ખ્યાલ અનુભવીએને જ આવે. શાસ્ત્રીય પરિભાષાના આવા અજ્ઞાનની સાથે કદાગ્રહ અને આવેશ પશુ ભળે ત। શુ થાય તે આ મુનિશ્રીનુ લખ ણુ વાંચવાથી સ્પષ્ટ સમજાય છે. બાવીસ શ્રી તીથ કરદેવના શાસનમાંના સાધુ મહાત્માઓને રંગીન વસ્ત્રો વાપરવાની છૂટ હાય છે. પણ પહેલા અને છેલ્લા શ્રી તીથ કરદેવાના શાસનમાંના સાધુ મહાત્માઓને એવી છૂટ નથી હાતી-આ એક વાત યાદ કરાય તા “મૂર્છા વગર બધું રખાય” આવા ભાવની મુનિશ્રીની આખી ૨જૂઆત તૂટી પડે છે. પેાતાની અશાસ્ત્રીય, અતાર્કિક અને અન્યત્ર હારૂ માન્યતાના સમર્થાંનમાં મુનિશ્રીએ જે જે શાસ્ત્રકારને અડફેટે લીધા છે તેમાંના હાલ કોઇ વિદ્યમાન નથી. તેથી મુનિશ્રીને મઝા પડી છે. ગુરૂપૂજન અને સ્વદ્રવ્યથી જિનપૂજા: આ છે શાસ્ત્રીય વિધાન સામે મુનિશ્રીએ જે ગપ્પાં હાંકયાં છે—તેની વિગતવાર સમીક્ષા કરવાના આ અવસર નથી, પણ મહામહેાપાધ્યાય શ્રી યશોવિજ યજી મહારાજાનું એક વિધાન યાદ કરીને આગળ વધીએ, કે “મધ્યસ્થનું મન ચુકિતરૂપી ગાયની પાછળ વાછરડાની જેમ દોડે છે અને કદાગ્રહીનું મન તે યુકિતરૂપી ગાયને વાંદરાની જેમ પૂછડેથી ખેંચે છે.”