________________
શૈકા - સમાધાન
- શ્રી દ્વિરેફ માં ૯ ૧૮ -
- - - - - શંકા - ધાર્મિક વહીવટ વિચાર નામના પુસ્તકમાં જણાવેલી બાબત છે. જેને સંધનું હિત થશે કે અહિત ?
સમા : આ પુસ્તકના આધારે ધાર્મિક વહીવટને વિચાર કરનાર સંઘએ પરના આત્માના હિતની આશા છોડી દેવાની પુરતી તૈયારી રાખવી પડે. કેમ કે આ પુસ્તકમાં મુખ્યતયા ત્રણ વાતોને સિદ્ધ કરવા માટે પૂરેપૂરો પ્રયન કરાય છે. (C) સ્વદ્રવ્યથી જ જિનપૂજા કરવી જોઈએ એવો જે એકાંત અગ્રહ છે તે અયોગ્ય છે. (૨) સ્વપ્ન દ્રવ્યાદિને કલિપત દેવદ્રવ્ય ગણાય. (૩) ગુરૂ પૂજનનું દ્રવ્ય સાધુ-સાધ્વીન બેયાવચ્ચમાં વાપરવામાં કશે બાધ નથી. આ ત્રણ બાબતોને સિદધ કરવા પ્રયત્ન પૂરેપૂરો કરાયા હોવા છતાં તે પુસ્તકમાં તેમણે જ બતાવેલા શાસ્ત્રપાઠે તેમણે નકકી કરેલી આ ત્રણેય બાબતોને સાચી પૂરવાર કરી શકતા નથી. આ ત્રણ સિવાયની પણ જે બાબતે છે, તે પણ તટસ્થપણે વિચારતાં પુસ્તકની અપ્રમાણુતાને સિદ્ધ કરવા કાફી છે. શ્રમણ સામે લન અને સમસ્ત જૈન સંઘ સંબંધિત આ પુસ્તક છે માટે જ તેને આટલો વિરોધ કરવા પ્રેરણા થાય છે.
શંક : ગુરૂદ્રવ્ય વૈયાવચ ખાતે જઈ શકે તે “શ્રાધ્યજિત કપમાં પાઠ તે છે?
સમા૦ : ગુરૂદ્રવ્ય પૂજા અને ભેગાહ એમ બે પ્રકારે છે. આમાં ભગાહ ગુરૂદ્રવ્ય એટલે ગુરૂભગવંતના ઉપયોગમાં આવી શકે તેવું દ્રવ્ય. જેમ કે–વરા–પાત્રઆહાર વગેરે અને પૂજા ગુરૂદ્રવ્ય એટલે ગુરૂ ભગવંતનું પૂજન થવા દ્વારા આવેલું દ્રવ્ય. આ દ્રવ્યમાં સુવર્ણ, રૂપુ, ધન, (અક્ષત, ફળ, નૈવેદ્ય ગુરૂની ગહેલી ઉપર આવેલ) આવી શકે છે. આ બધું દ્રવ્ય જિર્ણોધાર કે દેવકુલિકાદિમાં વાપરી શકાય છે. આવા ગુરૂપૂજનના દ્રવ્યને જિર્ણોધ્ધારાદિમાં વાપરવા અંગેનો શાસ્ત્ર પાઠ પણ છે. અને અનેક દેટાંતે પણ છે. માટે આવું ગુરૂપૂજન તથા ગુરૂભગવંતને કામળી પહેરાવવાની ઉછામણીથી આવેલું ધન રૂપ ગુરૂદ્રવ્ય વૈયાવચ્ચ ખાતે જઈ શકે જ નહિ. “શ્રાધ્ધતિક૯૫ નામના ગ્રંથની જે પ્રાયશ્ચિત્તની ગાથાને આધારે ગુરૂદ્રવ્યને (ધન સ્વરૂપ ગુરૂદ્રવ્યને) વૈયાવચમાં લઈ જવાનું કહેવાય છે તે લેકેને ભ્રમણામાં નાંખવા જેવું છે. ધ્યાનમાં રાખે કે- ગુરૂપૂજન કે તેની ઉછામણીથી આવેલું ગુરૂદ્રવ્ય એ પૂજા ગુરૂદ્રવ્ય છે. અને વૈયાવચ્ચ ખાતે કે એમ જ (વચન દ્વારા) અર્પણ થયેલું ધન એ પૂજાહ ગુરૂકય નથી.