________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રહેતા. આજે તે રાજ કરણમાં હિંસા ડગલે-પગલે છે. ખોટું કરવું અસત્ય બોલાવવું રાજકારણમાં પડયા પછી ધાર્મિકતા મુકી દેવાય છે. અમારી સામે ઘણું જેને જોયા છે જે રાજકારણમાં જઈને કેવા થઈ ચુક્યા છે. આપે આ ઉપદેશ આપ્યો એ પણ પાપ જ છે.
પૂ. શ્રી આપ જ લખે છે જિન મંદિરના બધાંય કાર્યોને નિર્વાહ માટે ક૯૫નાથી મેળવેલ તે “કપિતદ્રવ્ય પૂર્વના કાળમાં રીઝર્વ ફંડ સ્વરૂપ નિર્વાહ ફંડ હતા. હાલમાં પણ આવા ફંડે થાય છે. જે ઘણું જ ઉચીત છે. સવપ્નાદી ની બેલી થોડા સૌકાઓથી થઈ. તે ચડાવવા રૂપ બલી જે મહાપુરુષે કરી તેની પાછળનું કારણ જુઓ આજે કરોડ રૂપિયાની આવક આ સવપ્ન બેલીથી થાય છે. તે તેની ઉપર કપિત દ્રવ્ય કરી સાધારણમાં ઉપયોગ કરે તેનાથી ભાવિમાં જયારે જીર્ણોધારના પ્રશ્ન ઉભા થશે. ત્યારે શું તે ભાવિને વિચાર કરે જરૂરી નથી શું ? આજે જેનેની વસ્તી શહેર તરફ ઢસડાઇ રહી છે. શહેરની આસપાસ નાના પરાંઓને વિકાસ થાય છે. ત્યાં જૈનોની વસ્તીને ધર્મ સંસ્કારના પ ષણ માટે જિન મંદિર બનાવવું આવશ્યક હોય છે. તે દેવદ્રવ્યની જરૂરત ઊભી થાય છે. પહેલાં જયાં જેનેની વસ્તી હતી. ત્યાં દેરાસરને ટકાવવા જીર્ણોદ્ધાર વિગેરે જરૂરત થશે. માટે આ મોંઘવારી આ દ્રવ્યની આવશ્યકતા કેટલી રહેશે. ?
પૂ શ્રી વિચારે, પૂજયશ્રી આ બધું લખાણ આપના ઉપરના ઋણાનુંબંધને લખાયું છે. કેઈ જાતને પૂર્વગ્રહ નથી. આપ ગુરૂવર્ય શ્રી વિચારશે. આત્માના અવાજને પેદા કરશે આપની સંવેદન શકિત પણ જોઈ છે. આપ પ્રવચન બાદ પંદર મીનિટ સંવેદન દશામાં વિચારતા આ લખાણ ઉપર વિચાર કરી સંવેદન શક્તિને ઉપયોગ કરશે.
હમણાં મુનિ અભયશેખરજી એ કહ્યું “ગુરૂપૂજન” એ શાસ્ત્રીય નથી, પરંપરાથી થાય છે. તે તેને દ્રવ્યને મનફાવે ત્યાં ઉપયોગ કેમ ન થાય ? તે દ્રવ્ય ઉભું શા માટે કરવું જયવીયરાય સૂત્રમાં આવતું “ગુરુજણપુઆ' કયાંથી આવ્યું આ માટે તેમને જવાબ શ હશે ? આજે આપણે સમુદાય સિવાય દ્રવ્ય બાબતમાં ગુરૂઓ કેવા પડી ગયા છે. તે વિદીત છે ? ભાવિતતા જે નિમિત્ત હશે તે જ થશે જિન આજ્ઞા વિરુધ્ધ કાંદ લખાયું હોય આપના હૃદયને દુઃખ થાય તેવું કાંઈ લખાયું હોય તે પુન: પુનઃ ક્ષમા ચાહું છું. ' એ જ લી. આજ્ઞ ક્તિ સેવક પ્રવિણના ૧૦૦૮ વાર વંદન
પ્રવિણચંદ્ર ગંભીરદાસ શેઠ. (રાધનપુરી) તાક : પુજ્ય શ્રી આપના પત્રની તા. ૩૦-૯-૯૪ સુધી રાહ જોઈ ન આવવાથી અનઈચ્છાએ દુ:ખ સાથે જૈન જગતને સાચે રાહ મળે તે માટે આ પત્ર પ્રગટ કરૂ છું
(મલાડ મામલતદાર વાડી)