________________
વર્ષ-૬ અંક-૨૪ :
તા ૨૫-૧-૯૪
: ૬૪૯
પૂજા જેનાગમ વિપરીત’ તેવું લખ્યું છે તેથી તેજ વાત લખીશ અને મૂર્તિપૂજક કે સ્થાનકવાસી જે મૂર્તિના દર્શન વંદન પૂજન કરે છે તે ભાવ તેમને સ્થિર રહે અને ભગવાનની આશાને સુસ્થિર બનીને પાળે એજ ભાવના છે.
(૧) અનુયોગ દ્વાર સૂત્રમાં ચાર નિક્ષેપ કહ્યા તેમાં જિનના સ્થાપના નિક્ષેપ જિનબિંબ છે તે સ્થાપના નિક્ષેપમાં દશ સ્થાપના કહી છે- ૧. કાઠ ૨. ચિત્ર ૩. પુસ્તક ૪. લેખકમ ૫. ગુંથન ૬. વેઇન ૭. ઘાતુના તાર સમા ૮. મણિએમ ૯. શુભ આકાર પાષાણુમાં ૧૦) નાના શંખમાં
(૨) ઠાણાંગ સૂત્રમાં કથા અને દશમા ઠાણામાં સ્થાપના નિક્ષેપમાં જિનને થાપના નિક્ષેપો જિનબિંબ છે. नाम जिणा जीणजीवा, ठवणजिणा पुण जिणिंद पडिमाओ।
दव्वजिणा जिणजीवा, भावजिणा समवसणत्था ॥ ઠાણુગ સૂત્રમાં શ્રાવકોને સાત ક્ષેત્ર કહ્યા છે તેમાં જિનપ્રતિમા તથા જિનમંદિર બતાવ્યા છે. 'ગસૂત્રમાં ચોથા ઠાણામાં નંદીશ્વરદ્વીપ પર દેવ દેવીઓની પૂજા ભકિતનું વર્ણન છે.
* (૩) સમવાયાંગ સૂત્રમાં ચારણ મુનિએ નંદીશ્વર દ્વીપે ૧૭ હજાર જોજન ઉદર્વગતિ કરીને શૈત્યવંદન કરવા જાય છે.
(૪) સમવાયાંગ સૂત્રમાં આનંદ આદિ દશા શ્રાવકન શૈત્ય આદિનું વર્ણન છે.
(૫) ભગવતી સૂત્રમાં વીશમાં શતક નવમા ઉદ્દે શામાં ચારણ મુનિઓએ જિન મૂતિને વંદન કરવાને પાઠ છે ભગવતી સૂત્રમાં તુંગીયા નગરીના શ્રાવકોએ કરેલ જિનભકિતનું વર્ણન છે.
(૬) ભગવતી સૂત્રના દશમા શતકમાં છઠ્ઠા ઉદેશમાં ઈન્દ્રની સુધર્મા સભામાં વીતરાગની દાતાઓની આશાતન થી બચવા કહ્યું છે.
(૭) ભગવતી સૂત્રમાં અસુરકુમાર સંઘમદેવલેકમાં જાય ત્યારે અરિહંત, તેના દૈત્ય તથા આણગાર એ ત્રણનું શરણ સ્વીકારે છે.
(૮) જ્ઞાતા સૂત્રમાં દ્રૌપદીએ જિનપ્રતિમાની પૂજા કરી તેને વિસ્તૃત અધિ૧ ૨ છે.
(૯) જ્ઞાતા સૂત્રમાં ભવનપતિ દેવીઓની જિનભકિતની પ્રશંસા કરી છે.
(૧૦) ઉપાસક દશા સૂત્રમાં આનંદ શ્રાવકે અન્યતીર્થ તથા અન્ય દૈવ દેવીની પ્રતિમાને વંદન નમસ્કાર નહિ કરવા પ્રતિજ્ઞા લીધી છે.