________________
“નર્મદા–બોન્ડમાં ઘર્મદ્રવ્યનું રેકાણુ એટલે
ઘેર હિંસામાં સીધી ભાગીદારી
છેલ્લા બે-ત્રણ વર્ષથી અનાર્યોની ભોગ-ઉપભેગની સંસ્કૃતિએ સમગ્ર આર્યા વતને જે રીતે ખાત્મો બોલાવ્યા છે અને તેમાંય ખાસ કરીને કહેવાતી આઝાદી મળ્યા પછી દેશી અંગ્રેજોએ “વિકાસ” અને “પ્રગતિ” ના ભ્રામક ખ્યાલમાં યંત્રેદ્યોગીકરણ, શહેરીકરણ અને પશ્ચિમીકરણ ભણી જે આંધળી દોટ લગાવી છે, તેણે આયોવતની એક્ષલક્ષી ચાર પુરુષાર્થની અજોડ સંસ્કૃતિને હતપ્રહત કરવા દ્વારા ધર્મને નાશ કરી અંતે પ્રજાને ગરીબી, બેકારી, બીમારી અને મેંઘવારીના ખપ્પરમાં હોમી દીધી છે. તે વાત તો હવે સર્વવિદિત છે. છેલ્લા કેટલાક સમયથી દુનિયાભરના બૌદ્ધિકમાં આવેલી જાગૃતિને પરિણામે અત્યાધુનિક શિક્ષિત પણ, પશ્ચિમચક્ષુ નહેરુ જેને “ભારતના આધુનિક મંદિર” તરીકે ઓળખાવતા, તે મસમોટાં કારખાનાંઓ, વિશાળકાય બંધ વગેરેને આ ધુનિક ભારતના કબ્રસ્તાન તરીકે [જુએ ડેરિલ ડિ મેટે કૃત Temples or Tombs?] પિછાની ગયા છે. પશ્ચિમના આંધળા અનુકરણ રૂપ કહેવાતા “વિકાસને દર' જેમ જેમ વધતું જાય છે. તેમ તેમ વિનાસને ડર પણ વધતો જતે હોવા છતાં સત્તાલેપ સરકારના ભ્રષ્ટ પ્રધાને પ્રજાનાશની નિતનવી જનાઓ રજૂ કરતા જાય છે તેને નાદર નમૂને ગુજરાતની કહેવાતી જીવાદોરી “નર્મદા યેજના છે. અગણિત લે કેને ઘરબાર વિહોણા કરનારી, ગીચ જંગલોને ખાત્મો બોલાવનારી આ એજનામાં હિંદુસ્તાન કે ગુજરાતનું ભૌતિક હિત પણ શા માટે નથી, તેનું વિવેચન કરતાં સંખ્યાબંધ પુસ્તકો તથા લેખે અનેકવિધ ભાષાઓમાં લખાયેલ હોવાથી તે બાબતમાં અહીં વિશેષ વિવેચન ન કરતાં આ લેખમાં તે ગામેગામ જૈન સંઘના આગેવાન મહાજને તથા શ્રમણ ભંગવંતેનું ધ્યાન “નર્મદા બેન્ડ વગેરે દ્વારા ધર્મદ્રવ્યનું રોકાણ “નર્મદા યેજનામાં કરવામાં રહેલા અનેક દેશે તરફ દોરી ધર્માદા કે ધાર્મિક દ્રવ્યનું રોકાણ તેમાં ન થાય, તેમ સૂચવવું છે અનેક પ્રકારનાં દબાણે અને પૂર્વગ્રહોથી યુક્ત ગુજરાતી છાપાઓ વગે. રેમાં સતત નર્મદા યોજનાનાં ગુણગાન ગવાતા હોવાથી અને તેને વિરોધ કરનારને ગુજરાતના હિતશત્રુઓ તરીકે ચિતરાતા હોવાથી મોટા ભાગના સજજન પુરૂષે પણ જાણકારીને અભાવે નર્મદા યોજનામાં પ્રજાનું હિત જોતા થઈ ગયા છે. તેથી કયાંક-કયાંક ખૂણે ખાચરે ધર્મદ્રવ્યનું “નર્મદા-બેન્ડમાં રોકાણ અને તેને માટેની પ્રેરણાએ, પણ શરૂ થઈ જતાં તે માટે સરકારી અધિકારીઓ દ્વારા વહીવટદારે પર દબાણ લાવવા જેવા સક્રિય પ્રયને શરૂ થઈ જતાં કેવળ ધાર્મિક દૃષ્ટિને લક્ષમાં રાખીને જ “નર્મદા , બેન્ડમાં નાણાં રોકવામાં રહેલી અનુચિતતા-દેષ બતાવવાને અહીં પ્રયત્ન કરેલ છે. હકીકતમાં તે