________________
વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
* ૧૪૯
ચારણની વાણીમાં ગુ ંજતા વીરતા અને વફાદારીના પડઘમ જયસિંહની છાતી ગજગજ ફુલાવી ગયા. વળતી જ પળે, ચારણના મસ્તક પર પાઘડીમાંધતા એમણે કહ્યું: ♦ દેવીપુત્ર ! આ પાઘડીને વસ્ત્રને લાંબેા લીરેા જ ન સમજતા ! આ પાઘડી તે મારા મસ્તકનું' પ્રતીક છે. આ પાઘડી મુસ્લિમ સત્તાને નમશે, એ દહાડે ગરવા ગઢ ગિરનાર ધણધણી ઉઠશે. માટે સે ગરણે ગાળીને જ પાણી પીને અને પછી જ આ પાઘડી પહેરજો.’
રજપૂત રણે ચડયા પછી પાછે પડે, તે તે પછી થઈ જ રહ્યું ને ? ચારણે કહ્યું : મારા રાજવી ! ઘણી ખમ્મા આપને! પાઘડીથી પ્રતિષ્ઠિત આ માથું બેગડાને નહિ જ નમે ! કદાચ નમવું જ પડશે, તે હું આ પાઘડીની પ્રતિષ્ઠા અણનમ રાખીને પછી જ નમીશ. આપ જરાય ચિંતા ન કરતા. તલવારથી આ માથું ઉડી જાય, એ મંજૂર પણુ પાઘડી ઘડીભર પણ બેગડાને નહિ જ નમે !
ચારણુ દેવીપુત્રે જયસિંહની વિદાય લીધી. પાઘડી પહેરીને એણે એક કપરૂ કવ્ય અદા કરવાની જવાબદારી સ્વીકારી હતી. મસ્તક ડૂલ કરીનેય પાઘડીની પ્રતિષ્ઠા ના મૂલ સાચવી જાણવામાં, જો ઘેાડીય કાયરતાના આશરા લેવાઈ જાય, તા પેાતાની આગળ-પાછળની બહેાંતેર પેઢી ખાયલી જાહેર થાય, એના અને પૂરતા ખ્યાલ હતા. આવા ખ્યાલથી ખમીરવંતા ચારણે ગિરનારની વાટ પકડી.
વિધિના વિધાન પણુ કાઈ અજબ ચીજ છે ! કાઇ સ્થિતિ-પરિસ્થિતિનું સર્જન જયારે અવશ્ય ભાવિ હાય છે, ત્યારે એની ભુમિકા કાઇ ભેદ્દી રીતે જ ખડી થઇ જતી હાય છે.
ચારણે જીણુ દુ'ના દરવાજામાં પગ મૂકયેા. અને સામેથી જ મહમદ બેગડાની સવારી આવતી જણાઇ ! પાઘડીની પ્રતિષ્ઠાને પ્રાણુના જોખમેય જાળવી રાખવાના સંકલ્પ, આટલેા જલદી કાઇ કપરી કસાટી ખડી કરશે, એના ચારણને સ્પપ્નેય ખ્યાલ ન હતા, વિચાર કરવાને હવે વખત ન હતા. ચારણ પેાતાના ઘેાડા પરથી નીચે ઉતર્યાં. પાઘડીને એણે મસ્તક ઉપરથી ઉત્તારીને ખજુમાં મૂકી અને પછી જ એણેગડાની કુર્નિશ બજાવી.
ચારણની અ! પ્રક્રિયા પાછળનું રહસ્ય જાણવા મેગડાએ વળતી જ પળે પૂછ્યું" : દેવીપુત્ર શુ' તમારા માથા કરતાંય આ પાઘડી વધુ મહાન છે કે, તમે નમ્યા, પણ એ ન નમી ?
છાશ લેવા જવુ... હાય, તા પછી દોણી સંતડવાના શે। અર્થ? ચારણે હિ'મ