________________
વર્ષ ૬ : અંક ૪૭-૪૮ : તા. ૨-૮-૯૪ :
: ૧૧૫૯
વળી જેને મોક્ષને અભિલાષ નથી તે સાધુ થઈને કે સાધુ બનાવીને, શાસન કે સંસકૃતિ ની શું રક્ષા કરવાનું છે? સંસ્કૃતિને પ્રચાર પણ શું કરવાનું છે? કે કોઈ પણ પાપમાં સાથ નહિ તે જ સાચી સંસ્કૃતિ છે. મોક્ષના ધ્યેય વિના આવી સાંસ્કૃતિ આત્મામાં આવે જ નહિ,
૧૦-જાહેરમાં સાથ ન આપે પણ ખાનગીમાં આપે, કેમકે, તે વિના કામ ન થાય.
30–તમે તે અમને પણ “માયાવી બનાવો તેમાંના છે. ખાનગીમાં કાંઈ બોલે અને જાહેરમાં કાંઈ બેલે તેને દુનિયામાં પણ “લબાડ' કહેવાય છે ને ? સાધુ તે મનવચન અને કાયાથી એક જ વિચારના હોય.
પિતાનો ધર્મ ખોઇને બીજાને ધમ આપનારા શું ધર્મ આપવાના છે? તે લોક સંસ્કૃતિની કે શાસનની પણ શુ રક્ષા કરવાના છે ? આજે અમારે ધર્મ બરાબર સચવાય છે કે નહિ? અમને દોષ લાગે છે કે નહિ, તેની આજના ભગતને ચિંતા છે?
પ્ર-અપવાદ સેવી ખાતામાંથી પાણી લાવે છે તેવી રીતે સંસ્કૃતિની રક્ષા માટે કાંઈ ન કરાય ?
ઉ૦-“એવા વિષમ કાળમાં જન્મ્યા છીએ કે, પાણી પણ દેષિત વાપરવું પડે છે.” આવું કખ રહ્યા કરે તે હજી સાધુપણું ટકે. બાકી ધીદ્રા બની જાય કે-“એમાં શું વધે ?' એમ જે માને તેનું સાધુપણું પણ ધીમે ધીમે જાય. તેવાને તો પછી “ઉસૂત્ર ભાષી બનતા ય વાર લાગે નહિ.
| અમારો ધર્મ બેઈ અમારે કાંઈ કરવું નથી. પિતાને ધમ નારે બીજાની શી રક્ષા કરવાનું છે? આવી બેટી વાતો કરનારા, શાસન-સંસ્કૃતિના નામે લેકેને ઊંધા માર્ગે ચલાવનારા તે શ્રી જૈનશાસનને નાશ કરી રહ્યા છે. અને જો શ્રી જૈનશાસનને નાશ થાય તે સંસ્કૃતિ ક્યાં જીવવાની?
પ્ર-તે તમારાથી કાંઈ ન કરાય?
ઉ૦-અમે તે સાધુપણું, શ્રાવકપણું, જેનપણું કે માર્ગાનું સારીપણું સમજાવીએ. જૈન કેવા હોય, કેવી રીતે જીવે તે સમજાવીએ. તેમને ડાહયા બનાવીએ આટલું કરીએ તે એ છે? અમારી આ મર્યાદાથી વધું કાંઈ ન કરીએ.
પ્ર–કેઈ આકર્ષક પેજના કરે છે?
ઉ૦-શેની યોજના કરીએ? તેમને ખવરાવવાની ? પીવરાવવાની ? તમારા દીકરા -દીકરી ના લગ્ન કરી આપવાની ? તમારા વેપારાદિ બરાબર ચાલે છે. કે