________________
૧૧૪૦ :
: શ્રી જૈન શાસન અઠવાડિક)
રહેતું જ નથી. તેમાં બીજું પણ કારણ એવું છે. જૈન સાધુઓ જૈન કુળોમાંથી જ ભિક્ષા લઈ શકે એમ નથી. પણ જેન શાસ્ત્રમાં બતાવ્યા મુજબ જે શુદ્ધ અને ઉચ્ચ કુળે હોય, તેમાંથી પિતાને કહપે તેવી અને દેષ ન લાગે તેવી વસ્તુ મળી જતી હોય તે સંયમજીવનના વિર્વાહ માટે લઈ શકે છે.
ર-સવાલ ! સાધુએ પુસ્તકે લે છે અને પુસ્તકે લખાવે છે, તેને ખર્ચ તેઓ માટે કોણ કરે છે ?
જવાબ : જે ગૃહસ્થ એમ માનતા હોય કે-મારા પિતાના કલ્યાણને માટે મોક્ષમાર્ગની આરાધના કરનારા સાધુઓને મેક્ષમાર્ગની સાધનામાં ઉપયોગી થાય એવાં પુસ્તકે વહરાવવાં એ અમારો ધર્મ છે, એવા ગૃહસ્થો પોતાની ઈરછા અને શકિત હેય તે પોતાના જ કલ્યાણ માટે સાધુઓને વહેરાવે છે અને સાધુઓ લે છે. તેવી જ રીતે મોક્ષમાર્ગની આરાધનામાં સહાયભૂત પુસ્તકો વધુ કાળ ટકી શકે, તે માટે લખાવવાં એ અમારો ધર્મ છે, એમ માને તે ગૃહસ્થ જે પિતાની ઇરછા અને શકિત હોય તે વિદ્વાન સાધુઓ પાસેથી કયાં કયાં પુસ્તક લખાવવા જેવાં છે એમ જાણી લઈ, પિત ની લક્ષ્મીના સદુપયોગ માટે લખાવે છે અને સાધુઓને વાંચવા માટે આપે છે. પણ સ ધુઓ તેમ કરવાની કેઈ પણ ગૃહસ્થ ઉપર ફરજ પાડતા નથી.
૩-સવાલ : સાધુઓ નગ્ન રહે તે ધર્મ ન પળાય, નિંદા થાય, પાટે કપડાં પહેરે છે, તે કપડાં કોણ પૂરા પાડે છે ? "
જવાબ જૈન સાધુઓ બે પ્રકારના ગણાય છે. એક જિનકપ અને બીજા સ્થવિર કહપી. જિનકલ્પીઓમાં વસ્ત્ર રાખનાર અને નહિ રાખનાર–એમ બે પ્રકારના હોય છે, જયારે સ્થવિરકપીઓને તે વસ્ત્ર રાખવાની સંયમની રક્ષા માટે જરૂર પડે જ છે અને તે જરૂરીયાત નિર્દોષ ભિક્ષાવૃત્તિથી જ પૂરી કરે છે, અને એ પૂરી કરવામાં જે અડચણે પડે તે સહન કરે છે. પણ કોઈના ઉપર તેવી ફરજ નાંખતા નથી
૪–સવાલ : સાધુએ વિદ્યા મેળવવા ગૃહસ્થ પંડિતે પાસે ભણે છે કે નહિ ? -અને ભણે છે તે તેઓ નિષ્પરિગ્રહી હોવાથી પગાર કેવી રીતે આપી કે? તેમને માટે કઇ શ્રાવક ભકત અથવા તેની સંસ્થા ભકિતથી પગાર પૂરો પાડે છે કે નહિ ? કે બધા જ પંડિતે વગર પગારે ભણાવે છે?
જવાબ : “સાધુઓ વિદ્યા મેળવવા ગૃહસ્થ પંડિતે પાસે ભણે છે કે કેમ?' –એના ઉત્તરમાં મુખ્ય રીતે તે સાધુએ પોતાના ગુરૂઓ પાસે જ વિદ્યાને મેળવે છે, પણ કદાચ વ્યાકરણાદિ દર્શન શાસ્ત્રોનું જ્ઞાન મેળવવાની જરૂર પડે તે ગૃહસ્થ પંડિત