________________
•••
સવિ છવ કરૂં શાસનરસી
-પંડિતવર્યશ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ
(અંક ૪૫ નું ચાલુ) મહા હિંસા, મહા અસત્ય, મહા ચોરીઓ, મહા વ્યભિચાર. મહા અસંતેષ, મહા ક્રોધ-માન-માયા-લોભ, મહા રાગ દ્વેષ, કેર્ટોમાં કેસ વિગેરે રૂપ કે યુદ્ધરૂપ મહા કંકાસે, મહા નિંદા-છાપાંઓ વિગેરે મારફત ભયંકર જુઠા આક્ષેપ સુધરેલી ભાષામાં ચાડી ચુગલી, જુઠી ખુશામ, દંભમય પરિષદ અને સમેલને, શોષક દયાદાન, અજ્ઞાનપષક જ્ઞાનદાન, સત્યના શબ્દની પાછળના મહા પ્રપંચમય વિનાશક જુઠાણ, અને એકંદર મહા મિથ્યાત્વ તરફ આજે માનવનું ગમન ચાલી રહ્યું છે,
કેમકે તે સર્વ અનિષ્ટો ઉપર અંકુશરૂપ, તે સર્વને ડારનાર, તે સવને દુર ધકેલનાર, તે સર્વને ઉગતાં ડાભનાર અને સ્વપ્રભાવથી આગળ વધતા અટકાવનાર જે મહાશાસન છે, તેને લઘુમતમાં હોવાનું જણાવી બહુમતીમાં તેને ગતાર્થ કરી દઈસમાવી દઈ-નામ પણ રહેવા ન પામે તેમ કરવા માટેનાં ચક્રો ગતિમાન છે. એ ચાની ઉપેક્ષા, તે તરફ બેધ્યાન એ પણ શાસન તરફની ઉપેક્ષા છે.
શાસનની ઉપેક્ષામય સવ પ્રવૃત્તિઓ જગતમાં અને કેટલેક અંશે જૈન શાસનમાં પણ ઘર કરતી જાય છે. શ્રી પ્રભુ સ્થાપિત શ્રી ચતુર્વિધ સંઘ પણ દિવસે દિવસે શાસનથી નિરપેક્ષ પ્રવૃતિશીલ બનતું જાય છે.
અરે ! પરંપરાગત વિશુદ્ધ સુવિહિત સમાચારી ધરાવતા મહાગીતાર્થ પુરુષના શિષ્યરૂપ ગણાતા શ્રી શ્રમણ મહાત્માઓનું વલણ પણ આજે તે મહાશાસનની ઉપેક્ષાઅનસ્તિત્વ તેની હવે અનાવશ્યકતાના સ્વીકારપૂર્વકના વર્તન તરફ દિવસે ને દિવસે ઢળતું જાય છે. પરમેષ્ટિ સ્થાન ઉપર બિરાજમાન શ્રેષ્ઠ અને વા પુરૂષે પણ તે પ્રવાહમાં જાણતાં કે અજાણતાં કેટલેક અંશે તણાતા જતા દેખાય છે. કેણ બચતા હશે તેના પત્ત લાગતે નથી. સમ્યગર્શન રૂપ મૂળ ભૂમિકા રૂપ ગુણ ઉપર જ આ મોટામાં મોટે ફટકે નથી શું?
શાસનની રક્ષક વફાદાર મૂળ પરંપરા પણ શાસન નિરપેક્ષ બનતી જાય, ત્યારે હૃદયમાં હાહાકાર મચી જાય છે. “કેણુ શરણ? કેણુ શરણ ?' ના પિકાર ઉડે એ સ્વાભાવિક છે. તે પછી બીજા કેની પાસેથી આશા રાખવી અને પરમાત્માના શાસનનું ભાવિ શું? આપણે તેના તરફની આજે શી ફરજ છે ? તે યાદ પણ ન કરવી?
કેભૂત મૂળ પરંપરાની આ સ્થિતિ છે, તે પછી સંપ્રદાયે, પેટા સંપ્રદાય પાસેથી આશા જ શી રખાય ?