________________
૧૩૭૭ *
વર્ષ ૫ અંક ૪૬ તા. ૨૦-૭-૯૩
પરિશિષ્ટ ન. ૨૮ શ્રી દીક્ષા તપાસ સમિતિના માનવતા પ્રમુખ સાહેબ. સાહેબ,
આ મુ. વડેદરા. આપની સમક્ષ જુબાની આપતાં અમારા ગામના રહીશ વકીલ મોહનલાલ હીમચંદે પંન્યાસજી શ્રી રામવિજયજી સંબંધી જે હકીકત જણાવી છે, તે તદ્દન ખોટી છે. પંન્યાસજી શ્રી રામવિજયજી મારા સંસારીપણાના નિકટ સંબંધી છે, અર્થાત્ તેઓ મારા ભત્રીજાના દીકરા થાય છે. વકીલ મોહનલાલભાઈએ જે વાત જણાવી છે, તેમાં કેટલીક તદ્દન જુઠી છે અને કેટલીક અતિશકિતવાળી છે. તે નીચેથી સત્ય બીનાથી આપને સ્પષ્ટ માલુમ પડી આવશે. ' પં. શ્રી રામવિજયજી, જેમનું સંસારપણામાં ત્રીવનદાસ નામ હતું, તેઓશ્રીને જન્મ અમારા કુટુમ્બમાં સંવત્ ૧૫રના ફિગણ વદ ૪ને દિને થએલે છે. જન્મ પછી સાતેક વર્ષે તેમની માતા ગુજરી જવાથી, તેઓ પોતાના પિતાના પિતાની માતા, જેઓ ઘણાં ધર્મનિષ્ટ હતાં, તેમના હાથ નીચે ઉછર્યા હતા, તેથી તેમને બચપણથીજ ધર્મના ઉત્તમ સંસ્કારે પહેલા હતા. તેમની દીક્ષા સંવત ૧૯૬ન્ના પોષ સુદ ૧૩ના રાજ થઈ છે. તે પૂર્વે લગભગ આઠ વર્ષથી તેમને દીક્ષા લેવાના ભાવ થએલા, અને તેમાં ખાસ પ્રેરણા તેમની માતુશ્રીની જ હતી. મોહનલાલભાઇ ૧૨-૧૩ વર્ષની વયે કાવીમાં દીક્ષા લીધાનું જણાવે છે, તે તદ્દન ખોટું છે. પણ લગભગ ૧૭ વર્ષની વયે પાદરાથી ગંધાર મુકામે જ દીક્ષા લીધી છે. પાદરામાં રીક્ષા નહિ લેવાનું કારણ એ હતું કે અમારું કુટુમ્બ બહુ વિશાળ હતું. તેમાંથી ડોશીની નજર તળે ઘણા માણસે મરી ગયા હતા. તેથી નાના તરીકે એકના એક રહેલાં ત્રીભોવનદાસ ઉપર તેમને વધુ મોહ હતું, તેથી મેહને લીધે દીક્ષા લેવાની રજા તેઓ આપતાં નહોતાં, પરંતુ દીક્ષા લઈને પાછા મહારાજશ્રી પાદરામાં પધાર્યા ત્યારે ખુશી થયાં હતાં અને ત્યારપછી લગભગ દોઢ વર્ષે એટલે લગભગ નેવું વર્ષની વયે દેવગત થયાં હતાં. મારાં બેન કે જે તેઓશ્રીનાં દીકદી થતાં હતાં તે ત્યારપછી લગભગ પાંચ વર્ષે મૃત્યુ પામ્યાં છે. પણ બેમાંથી કેઈએ મેહનભાઈના કહેવા પ્રમાણે કવેશ કર્યો નથી કે કલેશના કારણથી ! મરણ પામ્યાં નથી. . *
બીજ હકકીત મેહનલાલભાઈએ પરમગાતાર્થ આચાર્યદેવ શ્રીમદ વિજયદાનસૂરિશ્વરજી અને ઉપાધ્યાય શ્રી પ્રેમવિજયજી સંબંધી જણાવી છે તે કેવળ તેઓશ્રીની નિંદા કરવા માટે જ કરી છે. ત્રીભોવનદાસને ભેળવવાનો અને ઉપાડી જવાને આક્ષેપ કેટલે ખોટો છે, તે ઉપરની હકીકતથી જ આપશ્રીને જણાઈ આવશે. શ્રી વિજ્યાદાનસૂરીજી પાદરા પધાર્યા તે પહેલાં ઘણ વર્ષથી ત્રીભોવનદાસને દીક્ષા લેવાની ભાવના