________________
વર્ષ–૨ : અંક-૪૬ ૩ તા. ૨૦-૭-૯૩ :.
૧૩૭૫
પાદરાની જૈન પાઠશાળામાં ત્રીભોવનદાસ તથા મારા ભાણેજ મોતીલાલ બંને સાથે અભ્યાસ કરતા હતા. પાઠશાળાના માસ્તર ઉજમશીભાઈ કરીને હતા. તેમની પાસે તેઓએ સારે અભ્યાસ કર્યો. ત્યારબાદ દાનવિજય અને પ્રેમવિજયનું ચોમાસું પાદરામાં થયું, તે વખતે આ બે છોકરાને તેમને અભ્યાસ સારે જઈ તેમની ઉપાડવાની ઈચ્છા થઈ.
(જેન પ્રજામત દીપિકા પૃ. ૨૨૭) હવે આ પાદરાના વકીલ મેહનલાલ હીમચંદની જુબાની ઉપર, કાયદાની તરફેણ કરવાની ભાવનાથી જ પ્રેરાઈને તેમણે ઘણું જ બનાવટી અને ઉપજાવી કાઢેલી તથા પિતાની વૃદ્ધ વયને નહિ છાજતી વાત કરી છે. મારા જીવનને અંગે પણ તેમણે કેટલીક બેટી વાત કરી છે. પણ મારે અંગે કરેલી વાતેના ખુલાસામાં ઉતરવાની હું કદી જરૂર જો જ નથી, એટલે માત્ર તેમાંની બે ત્રણ કે જેને ખુલાસે તદ્દન જરૂરી છે, કારણ કે તેમ ન કરવામાં આવે તે ખોટી રીતિએ ધર્મશાસનની લઘુતા થવાનો સંભવ છે, તેથી જ આ પ્રસંગે તેવી વાતને ખુલાસે કરવાની હું જરૂર જોઉં છું -
દીક્ષા લેતી વખતે મારી ઉમ્મર વર્ષ ૧૨-૧૩ ની જણાવી મને ભેળવવાને અને એને અંગે ભયંકર પ્રપંચ કરવાનો આક્ષેપ મારા પરમ ગુરૂદેવ ઉપર મૂકી છે. તે તદન બનાવટી છે. તે વખતે મારી ઉમ્મર ૧૨-૧૩ ની નહિ, પણ સોળ વર્ષની હતી. જે વૃદ્ધાઓ માટે મારી દીક્ષાથી ઝરી ઝૂરીને મરી ગયાનું કહે છે, તે વાતમાં હું એટલું જ જણાવવા ઈચ્છું છું કે- “એ વૃદ્ધાઓને જ પ્રતાપ છે કે- આવા 'કલયાણુકારી દીક્ષા જેવા માર્ગને હું પામી શક્યો છું; કારણ કે મારામાં દીક્ષાની ભાવના જાગૃત કરનાર અને પિષનાર તે વૃદ્ધાઓ જ હતી. એ બે વૃદ્ધાઓમાં એક વૃદ્ધ તે મારાં નહિ પણ પૂર્વાવસ્થાના મારા પિતાના પણ પિતાની માતુશ્રી હતાં અને બીજાં તેમનાં જ પુત્રી હતાં. મને દીક્ષા અભિગ્રહ કરાવનાર પણ તે જ હતાં. મારી સેવાના અભાવે તેઓ ગુરી ગુરીને મરી ગયાં, એ વાત પણ તેટલી જ બનાવટી છે, કારણ કે મારા કરતાંયે વધુ નિકટના સગા અને સારામાં સારી સેવા બજાવનાર તથા મારા જાણવા પ્રમાણે ધર્મ. . કાર્યમાં જેઓની લગભગ પચીસ હજારથી પણ અધિક સખાવત છે તેઓ તે વખતે પણ હયાત હતા અને અત્યારે પણ છે. તેઓએ તેમની આજીવન સારામાં સારી સેવા બજાવી છે, અને લગભગ નેવું વર્ષની વયે તેઓ દેવગત થયા બાદ વ્યવહાર દૃષ્ટિએ પણ જરૂરી મનાતી ક્રિયા તેમણે કરી છે. તે મારા પિતાના પિતાનાં પણ માતુશ્રી, કે જેમને માટે ખુરી પુરીન મરી ગયા આરોપ મૂકવામાં આવે છે. તે મને દીક્ષિત અવસ્થામાં જોયા બાદ દોઢ વર્ષે સમાધિ પૂર્વક લગભગ નેવું વર્ષની વયે દેવગત થયેલ છે, અને બીજાં વૃદ્ધા કે જે એ એમની જ દીકરી થતાં હતાં, તે તે લગભગ છ સાત વર્ષ પછી લગભગ