________________
૧૩૬૮ :.
શ્રી જૈન શાસન (અઠવાડિક)
અનંત સુખનું સુંદરતમ સાધન, મુકિતને રાજમાર્ગ, જેને ખુદ શ્રી તીર્થકર પરમાત્માએ પણ પોતાના જીવનમાં યથાર્થપણે આચરે છે. અને ભવ્ય જીવે.ના એકાન્ત કલ્યાણને માટે ઉપદેશ છે, જેનું આજ્ઞા મુજબ સંપૂર્ણ આરાધના કરીને આજ સુધીમાં અનંતાનંત આત્માએ મેક્ષને પામ્યા છે. વર્તમાનમાં પણ સંખ્યાબંધ આત્માઓ પામે છે અને ભાવિમાં પણ પામવાના છે. જેને ભાવથી સ્પર્યા વિના કેઈપણ આમાની મુકિત કયારેય થઇ નથી, થતી નથી કે થવાની પણ નથી, તે પરમેશ્વરી પ્રત્રજયાના નામ માત્રથી ભડકતે અને ખેટે દેબાળો મચાવતે વર્ગ પણ ઠીક ઠીક સંખ્યામાં હતું. લલચાવીને, ફોસલાવીને, ભભૂતિ નાખીને બધાને દીક્ષા આપે છે તેવી વાત કરીને ભદ્રિક લોકોને ભરમાવતું હતું. આવું હોવા છતાં પણ દીક્ષાઓ તે થતી જ હતી.
૧૯૮૫નું ચાતુર્માસ પૂજ્યશ્રીજીનું મુંબઈ-લાલબાગ નકકી થયું સમર્શ વ્યાખ્યાતા તરીકેની પૂજ્યશ્રીની ખ્યાતિ ચારે દિશામાં ફેલાઈ ગઈ હતી. આ સાંભળવા માત્રથી જ સુધારકોના હયામાં તેલ રેડાયું. “પાપા સર્વત્ર શકિતા” એ ઉકિતને સાર્થક કરતાં તે લોકોએ પૂજયશ્રીજી મુંબઈ ન પધારે તેવી પેરવી કરી, પરંતુ એકમાં સફળતા ના મલી. પૂજયશ્રી મુંબઈની નજીકમાં આવી પહોંચ્યા, ત્યારે મુંબઈનું વાતાવરણ એટલું બધું સંકુબ્ધ હતું કે- સારા શાણા ગણાતા આગેવાને આદિને પણ થયું કે- આવા વાતાવરણમાં પૂજ્યશ્રીજી મુંબઈ ન પધારે તે સારૂં. અંધેરી મુકામે તે સૌ પૂજ્યશ્રીજીને લાલબાગ તે નહિ જ પધારવા વિનંતિ કરવા ગયા, પણ પૂજયશ્રીજીએ એવી હયા ધારણ આપી કે, ચિંતિત બનેલા સૌ ઉત્સાહિત બનીને ગયા.
લાલબાગના પ્રવેશ પ્રસંગે પણ વિધ્ધ કરવામાં બાકી ન રાખ્યું. માર્ગમાં કાચ પણ પાથરેલા અને પથરા પણ ફેંકતા. બાલદીક્ષાના પ્રશ્નને એમના દશ હજાર લગભગ વિરોધીઓ હતા અને ભકતો તે માત્ર પાંચસે હતા. વિરેધીમાં જૈન યુવક સંઘ પણ હતો. પ્રવેશના સમયે વિરોધીઓ “ શેમ, શેમ’ ની ચીસે પાડતા હતા. “રામવિજય પાછો ” ની બૂમ પડતી હતી. હાથી પાછળ તે કુતરા ભસ્યા કરે તેમ આ બધાથી જરાય ગભરાયા વિના પ્રવેશ થઈ ગયે અને રેજના ૮-૩૦ થી ૧૦ ક. વ્યાખ્યાને શરૂ થયા.
વ્યાખ્યાને જામતા ગયા. સાચે માર્ગ લેકેને સમજાવવા લાગ્ય, ભ્રમિત થયેલાએને ભ્રમ પણ ભાંગવા લાગ્ય, સુધારકના દંભના ચીરના લીરેલીરા ઉડવા લાગ્યા. તેથી તેઓ વધુને વધુ અકળાવા લાગ્યા. તેમાં એક દિવસ ચાલુ વ્યાખ્યાને, સભામાંથી આડા અવળા પ્રશ્નો ઊભા થયા અને જોત જોતામાં સભામાં તેફાન ફેલાઈ ગયું, કે હા મચી