________________
૧૩૫૬,
- શ્રી જૈન શાસન (અઠવાડિક) - તે બધા સાધુઓને ગોચરી-પાણી આદિ માટે લઈ જતો. પરંતુ વંદન તે સુવિહિતપણાની ખાત્રી થયા પછી જ કરતે. તે તે સાધુ પણ તેની પીઠ થાબડી કહેતા કે- “બચ્ચા ! આ જ મકકમ બનજે. આ ઉત્તમાંગ એ દશેર નથી કે જયાં ત્યાં ઢળી પડાય. પંચાંગ પ્રણિપાત તે એળખ્યા પછી જ કરાય.”
આની તેજસ્વીતા તથા પ્રગભતા તથા દીક્ષાની ભાવના જે ઘણા આચાર્યાદિ પણ તે ત્રિભુવનને પોતાને બનાવવા પ્રલોભને બતાવતા અને કહેતા કે- “અમારી પાસે દીક્ષા લઈશ તે તારી પ્રગતિ ઝટ થશે. તેને ઝટ પદવીધર બનાવીશું.” તે તેઓની પણ શેહશરમમાં તણાયા વિના ત્રિભુવન કહેતા કે- મારે દીક્ષા જરૂર લેવી છે, પણ જયાં મારા આત્માનું કલ્યાણ થાય ત્યાં જ.” પદ ને માટે પડાપડી કરી પદની કિંમત ઘટાડનારાઓએ આ વાત બહુ જ શાંતચિત્તે વિચારવાની જરૂર નથી લાગતી ?
જે રડે એક સમયે દેઢ-દેઢસે માણસ જમતું તે ભર્યાભાદર્યા કુટુંબમાં, કાળબળે એક માત્ર આ ત્રિભુવન જ હતું. તેથી તેણે પોતાના ઈષ્ટ અર્થની સિદ્ધિ માટે કપરાં ચઢાણ ચઢવાના હતા. દાદીમાએ તેના હૈયામાં દીક્ષાના બીજનું વાવેતર તે કર્યું હતું. સાથે સાથે તેની ખીલવણીની માવજત પણે કરી હતી. પણ એક જ વાડ બાંધેલી કે મારી હયાતિ બાદ જ તારે દીક્ષા લેવાની. ' પુણ્યશાલી આત્માને અનુકૂળ સામગ્રી અનાયાસે પ્રાપ્ત થઈ જાય છે અને પ્રાપ્ત તકને તેને બરાબર જડપી પણ લે છે. સં. ૧૯૬૮ માં વડોદરામાં ન્યાયનિધિ પૂ. શ્રી આત્મારામજી મહારાજના સાધુઓનું સંમેલન સદ્ધર્મહાક પૂ. આ. શ્રી, વિ. કમલસૂરીશ્વરજી મહારાજાની અધ્યક્ષતામાં મળ્યું હતું. તે વખતે બાલ શ્રાવક એવા ત્રિભુવને પણ તેમાં હાજરી આપી હતી અને સૌ પૂજના પરિચયમાં તે આવ્યા હતા.
ગાનુયોગ સં. ૧૯૬૮ નું ચોમાસું પૂ. પં. શ્રી દાનવિજયજી ગણીવર્ય આદિનું પાદરામાં અને પૂ. ઉપા. શ્રી વીરવિજયજી મહારાજ, પૂ. મુ. શ્રી પ્રેમવિજયજી મ. નું પાદરા નજીક દરાપરા ગામમાં થયું. તે સર્વેના નિકટતમ સહવાસનું સૌભાગ્ય તેને પ્રાપ્ત થયું. તેનું હૃદય પણ આ સર્વે પૂજયેને જેઈ ઠરવા લાગ્યું. “અહીં જ મારું શ્રેય છે, કલ્યાણ છે. તેમ હયામાંથી નાદ ઉઠવા લાગ્યું. ઝવેરી જ સ્તનની પરખ કરી શકે, કિંમત આંકી શકે. તેમ જૈન શાસનના રત્નપારખુ ઝવેરી સમાન પૂએ શાસનના આ ભાવી રત્નને બરાબર પારખી લીધું. પરસ્પરને પરિચય વધવા લાગે. અને એક દિવસ અવસર પામીને પૂ. શ્રી પ્રેમવિજયજી મહારાજે ત્રિભુવનને કહ્યું કે
આયુષ્યને ભરોસે નથી. કેણું પહેલું જાય તે ખબર નથી. તું પહેલો જાય કે દાદીમા ય પહેલા જાય તેની ખબર નથી. તેને ટકોરે બસ. તેણે દઢનિર્ધાર કર્યો કે, હવે મારે વહેલામાં વહેલું જ સંયમ લેવું. તે વખતે તેના મુખકમલ ઉપર જે દિવ્યકતિ પ્રગટી હશે, તેનું જ નિહાળી પૂજાને પણ થયું હશે કે, જૈન શાસનને ઉદય નકકી જ છે.