________________
{ મેહમાં માયામાં ડૂખ્યા રહે તેવા સાધુ સોદવી કે શ્રાવક શ્રાવિકા જૈન શાસનના સાધક ?
બની શકે નહિ અને તેથી જ જેએ પરમાત્માનું શાસન જાણે સમજે અને સદેહે છે તેજ મુજબ આરાધે અને પ્રચારે તેજ આત્મા પછી તે સાધુ હોય, સાદવી હોય શ્રાવક ન હોય કે શ્રાવિકા હોય તે જૈન શાસનના આરાધક બની મોક્ષ માર્ગના સાધક બને અને ! મિક્ષના અધિકારી બને છે. , - આજના અનેક રીતે વિષમ કાલમાં આ મુકિત માગ ને અબાધિત જીવાડવાનું ! પ્રચારવાનું અને આરાધવાનું તથા રક્ષા કરવાનું અનુપમ અદ્વિતીય અને સર્વાગીણ મહા કાર્ય મહા સાધના મહા પરાક્રમ કરનારા દિવંગત પરમ પૂજ્ય પરમ શાસન આધાર આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા હતા. તેમણે અગાધ શકિત મેળવી કેળવી અને જૈન શાસનને જયવંતુ બનાવ્યું છે.
તેઓશ્રીની વિદાયને જોત જોતામાં બે વર્ષ પુરા થાય છે તેઓશ્રીના અગણિત છે ઉપકારે નીચે દબાએલા લાખ આરાધકો તેમના પ્રત્યે કૃતજ્ઞતા બતાવી નત મસ્તકે વંદન કરી સદા અંજલિ સદા સમર્પણ ભાવ બતાવી રહ્યા છે અને જેન શાસનની ઉત્તમ ૬ , આરાધના હસ્તગત કરવા તેઓશ્રીના આદર્શોને હૃદયના ભાવથી ધન્યતા સાથે અભિનંદી
રહ્યા છે એવા શાસનના સિંહ પુરુષ, વિષમ કાલમાં પરમ પરાક્રમ શાસન સુકાની ને 4 અમે પણ “જૈન શાસન પરિવાર ક્રોડ ક્રેડ વંદના સાથે સ્મૃતિને યાદ કરી ગદ્દગદ્દ બની છે તેઓશ્રીને ઝુકી રહ્યા છીએ.
તેઓશ્રીના પ્રકૃષ્ટ પ્રબળ ધર્મ શાસનની પ્રભાવનાએ લાખ હયામાં ધર્મને સ્થાપન કરી દીધું છે અને તેથી જ જૈન શાસન અઠવાડિક દ્વારા એક નમ્રકૃતજ્ઞ ભાવે શ્રદ્ધાંજલિ અપવાના નાના પ્રયત્ન પણ તેઓશ્રીની પરમ સુવાસ અને પરમ કૃપાએ આ પ્રયત્નને વિશાળ બનાવી દીધું અને ભાવિકેની ભાવ વિભેર ભાવનાએ એવી તે ભવ્યતા બક્ષી, કે જૈન શાસન દ્વારા એક નહિ બે નહિ પરંતુ ત્રણ ત્રણ વિશેષાંકે અને તે પણ એક જ વર્ષમાં માધાંજલિ આપી શક્યા તે બધે પ્રભાવ આ પરમ પ્રજ્ઞાવંત પરમ પ્રબુદ્ધ પરમ પુણ્યવાન મહા પુરુષને જ છે - અમે પણ શાસન સિધ્ધાંતના પરમ આદર્શ દાતા તેઓશ્રીને વારંવાર વંદના કરી ધન્યતા અનુભવીએ છીએ.