SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે સંયમ માર્ગમાં ઉત્તેજિત કરનારી કુલ મહત્તરીકાઓ-કુલની વૃદ્ધ સ્ત્રીએ પેાતાના કુલમાં કેટલી છે ? એના વિચાર શ્રી કલ્પસૂત્ર જેવા મહાન સૂત્રના શ્રોતાઓ કરશે? દરેકે દરેક ધર્મિકુલમાં આવી કુલ મહત્તરીકાઓ જો વિદ્યમાન હાયતા આજે સયમમાર્ગીની આરાધના કેટલી સુલભ થઈ શકે ? પ્રભુશ્રીએ ઉપદેશેલા સયમ માની આગળ દુનિયાની સઘળી વસ્તુને તુચ્છ સમજનારાં ધર્મિકુલેામાં એવા કુલમહત્તરા અને કુલમહત્તરીકાઓ ન હોય એ તેા ખરે ભાગ્યહીનતા જ ગણાય ! જયાં સુધી મિ કુલનાં વૃદ્ધ સ્ત્રીપુરુષા પ્રભુશ્રીએ પ્રકાશલા સયમ માર્ગની આરાધનામાં જ પેાતાની અને પેતાના કુલની મહત્તા માનતાં નહિ થાય ત્યાં સુધી ધર્મિ સ્કુલનાં સંતાના પ્રભુમાગ ની પ્રભાવના કે પોતાના ઉદય નહિ કરી શકે, એ નિર ંતર લામાં રાખવા જેવું છે. - આપણે બેઇ ગયા તે રીતિએ પ્રભુશ્રી સઘળા દુનિયાના પદાર્થો સ કરીને પ`ચમુખ્ટી લેચ કરી – અનગાર – મુનિ બન્યા. આ સમયે શ્રી ૮ મન:પર્યાય ' નામનું' ચેાથુ' જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેમ પ્રભુ શ્રીવીરને પણુ થયુ. પ્રભુશ્રીની સચમ આરાધના પણ ખાસ લક્ષ્ય શખીને સાંભળવા જેવી અને વિચારવા જેવી છે. સામ પ્રકારે તીથ કરદેવાને શ્રી તીથ 'દેવા અનગાર થયા પછી જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી કદી પણ સ્થાન માંડીને બેસતા નથી. તે ભગવત સદા ધ્યાનમગ્ન રહે છે, ઉપસર્ગો કે પરિસહે તેમને અકિચિત્ કર હોય છે. આ રીતિએ પ્રભુશ્રી વીરદેવે પણ બાર વર્ષ પર્યંત ખડે પગે સંયમની આરાધના કરી. સાડા બાર વર્ષામાં પ્રભુશ્રીની તપશ્ચર્યા કેટલી ? તેા તેના ઉત્તરમાં એટલુ જ કહેવાનુ કે બાર વર્ષમાં માત્ર તેઓશ્રીએ ત્રણસેા એગણપચાસ (૩૪૯) દિવસ જ આહાર કે પાણી લીધુ છે. બાકીના સઘળા દિવસેામાં પ્રભુશ્રી સથા નિરાહાર ! (આહાર કે પાણી વિના) રહ્યા છે. પ્રભુશ્રીએ સાડાબાર વર્ષીમાં નિદ્રા કેટલી લીધી? તે કે લેવા તરીકે તા એક ક્ષણ પણ નહિ પરંતુ પ્રમાદ તરીકે માત્ર એક અંતમુર્હુત્ત પર્યંત જ આવી ગઇ. ઉપસર્ગો અને પરિષહ અનેકાનેક છતાં પણ ક્ષમા, સ્થિરતા, સમતા, શાંતિ, પ્રસન્નતા, અને આાસપનામાં એકતાનતા તેા તેવી ને તેવી જ. આ લેાકેાત્તર આત્માની ક્ષમાનુ' વર્ણન કરતાં તા કવિને કહેવું પડયુ. કે— તુ પ્રભા ! દુશ્મનને પ્રતિકાર કરવા હુ` સમથ છતાં પણ ક્ષમા ઉપરના તારી હદ મહાર પક્ષપાત દેખી રાષ પણ તારાથી રાષાયમાન થઈને તારી પાસેથી ચાર્લ્સે ગયા છે.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy