________________
વર્ષ–૨ અંક ૩૮-૩૯ : તા. ૧૮-પ-૯૩ :
L: ૧૨૦૯ -
---
-
-
ભાગ્ય પ્રમાણે ફળ મળે છે. આસંસાથી કરેલ ધર્મ પણ પાપાનુબંધી પુન્ય બંધ વે છે. જે ભાવિમાં ભાવમાં ભમાડનાર બને છે. ઘંટાકર્ણને માનનાર બે મહાત્માઓ જે રીતે બે માગે બથા અને જે શાસનની લઘુતા થઈ તે વિચારતાં તેઓ ઘંટાકર્ણના ખાસ પ્રચારક હોવા છતાં આવી અપડ્યાજના થઇ અને ઘંટાકર્ણ તેમની કે તેમના વડિલોની સહાયમાં ન આવ્યા. આ જોઈને એક તુત અને ભ્રમ રૂપ ઘંટાકર્ણને પ્રચાર અને માન્યતા છે એથી આવી ભ્રમણામાંથી મુકત થઈ ઘંટાકર્ણને માનવા કે તેના જાપ, માનતા, સુખડી ધરવી, દર્શન પૂજન કરવા, વિ. તે બધું જ સ્પષ્ટ ઑટું છે અને ઘંટાકર્ણને પ્રચાર પણ લોકોને ભરમાવવાનું એક જુઠાણું છે. ખૂદ પૂ. આ. ભ. શ્રી કલાસસાગર સુરીશ્વરજી મહારાજા કહેતા હતા અને લખ્યું છે કે મારા પૂ. ગુરુ - બુદ્ધિસાગરજી મ. સા. કઈ જગ્યાએ ઘંટાકણે પધરાવશે નહિ તેમ કહી ગયા છે. અને હું પાવતે નથી વિ.
એવી જ રીતે પદ્દમાવતી, મણિભદ્રને માનનારા પ્રચાર કરનારા સાધુઓ વિ. જે , જાતનું જીવન જીવે છે તે તેમની સાધુતાને શોભતું નથી અને તેમની એ સ્થિતિ પણ ઘંટાકર્ણ જેવી છેઅર્થાત્ ભોળા કે લાલચુ લેકેને છેતરવા ધૂતવા અને ભરમાવવા જેવું છે. માટે જૈન શાસનની શુધ્ધ સિતિક કર્મના બંધ નિર્જરા વિ.ને.. ઓળખીને દેવ દેવીઓની ભરમાળથી સાવધાન થઈને અનંત જ્ઞાની વીતરાગ પરમાત્માનો જ નિર્મળ ભકિત કરવી જોઈએ. જ્યાં ત્યાં આવા દેવ દેવી પધરાવવા તેના પૂજન હેમ હવન કરવા વિ. જે શાસનને ઉન્માર્ગે લઈ જનારી પ્રવૃતિઓ છે. તેમાં જોડાનાર પણ તે દેશના ભાગી બને છે. આ દેવ દેવીઓને માનનારા કે પ્રચારનારા માત્ર સ્વાર્થ બુદ્ધિવાળા છે. સાધુઓ પણ પરગ્રહ અને ઉન્માર્ગના ઉપાસક બની જાય તેવું દેખાય છે. તેઓ જૈન સિદધાંત જેન આચારને સ્થાપી શકતા નથી. જેન શાસન ઉપર આવેલ બહારની અંદરની આપત્તિઓમાં નપુંસક જેવા છે. કંઈ રક્ષણ કે ઉપાય કરી શકતા નથી. માત્ર પિતાની આસપાસ.વાહવાહ થાય છે અને તેનું ધુણી ધખાવીને બેઠેલા બાવાઓ પણ કરી શકે છે. માટે તેઓને પણ આ સમજણ આવે અને જગતને પણ સમજણ આવે. એ જ અભિલાષા. નાડોલ તીથ, ૨૦૪૯ છે. સુ. ૧૧
–જિનેસૂરિ