________________
એકથિી ][]
चित्तबालक । मा त्याक्षीरजस्रं भावनौषधीः ।
यत्त्वां दुर्ध्यानभूता न, च्छलयन्ति छलान्विषः ।। શ્રી અધ્યાત્મક૯૫દ્ર મ ગ્રન્થમાં સહસાવધાની પૂ આ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજ સૌ ભવ્યાત્માઓને આત્મહિતમાં ઉદ્યમિત કરવા પ્રેરી રહ્યા છે કે-“હે ચિત્તરૂપ બાળક ! તું ભાવનારૂપી ઔષધીને કયારે પણ દૂર કરીશ નહિ, જેથી કરીને છળને શોધનારા દુર્ભાનરૂપી પિશાચે તને છળી શકશે નહિ.”
ગમ્યાગમ્ય, કાર્યાકાય, હે પાદેયના જ્ઞાનથી જેઓ રહિત છે તેમનું ચિત્ત બાળક જેવું કહેવામાં જરાપણુ વાંધો નથી. શાશ્વપ્રસિદ્ધ બાર કે સોળ ભાવનાથી ભાવિત થયેલ આત્મા સ્થિરતા-ધીરતાને પ્રાપ્ત કરે છે તેથી તે ઔષધીનું કામ કરે છે. જ્યારે આ જરૌદ્ધ ધ્યાનથી પરવશ પણું, દુગતિ અને ઉન્માદ થાય છે માટે તે ભૂત-બંતરની જેમ આત્માને હેરાન કરે છે.
“મન દુર્જય છે પવન જેવું ચંચળ છે તેમ લોકો કહે છે પણ જેમાં રસ હોય છે. ત્યાં મન લયલીન, એકાકાર બની જાય છે. તે સૌના અનુભલની વાત છે કે સંસારમાં અને સંસારના પદાર્થો પરના રાગને કારણે મન ત્યાં સદાકાર બને છે. મોરામના સમય વેપારીઓ ખાવા-પીવાનું પણ ભૂલી જાય છે. માત્ર તારક દેવ-ગુરુ-ધર્મ ઉપર સાચી પ્રીતિ-ભકિત નહિ જન્મવાથી, આપણે પાછા અધમી ન ગણાઈએ અને ધગીને ઈલકાબ ટકી રહે માટે લુલા બચાવની જેમ કહીએ કે-“મન તે ચંચળ છે, ધર્મમાં ચોંટતું નથી, ધર્મ ક્રિયામાં રસ આવતું નથી.’ આમ બેલનારા જે પ્રામાણિકપણે પોતાના આત્મા સાથે શાંતિથી વિચાર કરે તે પોતાને જ લાગે કે, આપણે આપણું આત્મા સાથે છેતરપીંડી કરી રહ્યા છીએ. આત્માનું અહિત કરીએ છીએ.
સંસારના સ્વરૂપને યથાર્થ ચિતાર દર્શાવતી અને ધર્મની સન્મુખ બનાવનારી એવી બાર ભાવનાઓ જે અમાઓ બરાબર ભાવે છે તેનું મન સ્થિરતાને પામે છે. અને તેવા જ આત્માઓ ધર્મ અને શુકલ દયાનના સ્વામી બની અ૫કાળમાં જ આત્માની અનંત-અક્ષય-ગુણલક્ષમીને પેદા કરે છે.
માટે હે આત્મ! તું સાનિઓની નિર્મલ પ્રજ્ઞાના પ્રજ્ઞાના પ્રકાશના માર્ગે ચાલી, મનને ધર્મમાં એકાગ્ર અને સ્થિર કરી, આમેનતિની સમૃદ્ધિને સ્વામી બને તેજ ભાવના.
-પ્રજ્ઞાંગ