________________
એક મેક્ષમાં જવા માટેનો માર્ગ ,
–શાહ કાંતીલાલ ડાહ્યાલાલ–સુરેન્દ્રનગર
પરમ શાસન પ્રભાવક...સિદ્ધાંત રક્ષક શાસન કહીનુર પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્દવિજય ૨મચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબનો ઊપદેશ ત્રણ વાકયમાં, મોક્ષમાં જવા માટે માર્ગ બતાવે છે, સંસાર છોડવા જેવો છે. સાધુપણું જ લેવા જેવું છે. મેક્ષ મેળવવા જેવો છે.
જે પ્રાણીએ દીક્ષા ગ્રહણ કરે છે, તેઓ આ સંસારમાં પણ ખરેખર અમૃત રસનું પાન કરે છે. તેઓને આ ભવમાં પણ કેઈ પ્રકારની અડચણ થતી નથી અને તેઓ સુખથી ભરપુર રહે છે.
આદિ અને અંત વગરને આ સંસાર જેમાં જન્મ મરણ વારંવાર થતા હોવાથી જે ઘણે ભયંકર છે, તેમાં તીર્થંકર મહારાજના મતની દીક્ષા લેવી તે પ્રાણને માટે ઘણું મુશ્કેલ છે, એ દીક્ષા અત્યંત નિર્મળ છે અને મન વચન કાયાના સર્વે સાવધ વેગે પર અંકુશ આણનાર છે.
એ અત્યંત દુર્લભ ધક્ષા લેવી તે પાણીને ઉદયમાં આવતી નથી, જયાં સુધી પ્રાણી તેનો લાભ મેળવી શકતો નથી, ત્યાં સુધી આ સંસારમાં તેને અનેક પ્રકારના પારાવાર દુખે થાય છે ત્યાં સુધી રાગ દ્વેષ અને તેનાં ભયંકર પરિણામે તેના પર પોતાની અસર બતાવ્યા કરે છે, ત્યાં સુધી કર્મો પિતાના પ્રભાવ તેના પર સ્પષ્ટપણે દાખવ્યા કરે છે. ત્યાં સુધી અનેક પ્રકારની આપત્તિઓ આવ્યા કરે છે, ત્યાં સુધી જન્મ મરણના ફેરા થયા કરે છે. ' જ્યારે ક માર્ગ આપે અને લેકનાથ શ્રી ભગવાનદેવની કૃપા થાય ત્યારે તીર્થકર મહારાજ શ્રી જિનેશ્વરદેવની બતાવેલી દીક્ષા પ્રાગીને પ્રાપ્ત થાય છે અને પછી પ્રાણીઓનાં સર્વ પાપો છે વાઈ જતા જાય છે.
જીવ જે જે સમયે જે જે ભાવથી રહે છે. તે પ્રમાણે તે તે સમયે શુભ કે અશુભ કર્મ બાંધે છે તેથી પ્રાણી છેવટે જ્યાં સર્વ પ્રકારને આનંદ નિરંતર રહેલ છે. અને દુનિયાનાં સવે કલેશોની જ્યાં ગંધ પણ નથી એવી ઉત્તમોત્તમ ગતિએ પહોંચી જાય છે અને ત્યાર પછી જે ભયંકર ઉપદ્ર સંબંધી સર્વ ઉપાધીઓ તેનાથી દૂર ચાલી નાય છે.
સાધુ જીવનમાં રાજ ભય, ચોર ભય, આજીવિકા ભય, કે વિચાગ ભય નથી. આ સવમાં પણ સુખ છે અને પરભવમાં પણ સુખ છે, તેથી સામણું રમણીય છે.