________________
5 શ્રી જૈન શાસન (અઠવાડિક) તા ૧૧-૮-૯૨
તમામ ખેલનારાને થતા હતા. એક જ સુરમાં... એક જ લયમાં... એક જ ગતિથી ... અરિહતના નાદને સળ'ગ પ્રવાહ વહી રહ્યો હતા.
૪૪ :
દર્શન કરીને પસાર થઈ રહેલાં તમામ ભાવિકે આ પ્રવાહની અસર હેઠળ હતાં. આપોઆપ હાથ જોડાઇ જતા હતાં. ભાવાવેગથી ઊભા રહી જનારા પણ પાછા સમજીને બીજાને દાનના લાભ આપવા માટે તરત ખસી જતાં હતાં. હજજારે માણસે અત્યાર સુધી આવી ચુકયા હતા. અને હજારા આવી રહ્યાં હતાં એમ જ લાગતુ' હતું કે હજજારાના ઘસારા ચાલ્યા જ કરશે, અહિન્તના નાદ ગુંજ્યા જ કરશે. અને હવામાનમાં પવિત્રતા ઉમેરાયા જ કરશે.
અચાનક, એ મહાત્માના ઇશારે બધાના અવાજ થ‘ભી ગયા. દશમાં પાંચ મિનિટની વાર હતી. અને અવાજના મીઠા પ્રવાહ ફરી શરૂ થયે... રીધમે પલ લીધા હતા. નમા અરિહંતાણુ. આ શબ્દોનું સામૂહિક ગાન શરૂ થયું. અવાજ ઊંચા થતે ગયા. બધાના શ્વાસ પણ ઊંચા થતા ગયા. ડો. પતરાવાલા મહારાજજીની પસ માપી રહ્યાં હતાં. મહારાજજીના શ્વાસેા ધીમા... સાવ ધીમા થઇ ગયા હતાં. એક વાસ પછીના બીજા શ્વાસ વચ્ચેનુ અંતર વધતુ' ગયું હતું..
પબ્લિકના ઘસારા સખત હતા. છતાં શિસ્તના ભંગ થતા ન હતા. દશમાં સેકન્ડાની જ વાર હતી.
મહારાજજીના નાભિપ્રદેશની સમીપમાં કપન જેવુ' સ્પંદન ટ્રુખાયુ.. એ સ્પંદન ધીમે ધીમે ઉપર આવી રહ્યું હતું. ગાળાકાર નાના વ્યાપ ધરાવતું આ સ્પ`ઇન જીવતી જાગતી વાસ્તવિકતા હતી. ગાય જેમ ચામડી થથરાવે છે તેમ એ ગાળાકાર ચપ્રદેશ થર્માતા હતા. આ સ્પંદન છાતી પરથી પસાર થઇને ખભા તરફ્ વળ્યુ. આ ચમત્કાર ન હતા. ખરેખર સ્પંદનના ગોળાકાર પ્રદેશ બદલાતા જતા હતા. ખભા પરથી એ બે વિભાગમાં વ્હેંચાઇ ગયું. એ સ્પંદન બાહુ પરથી કાણી તરફ સરી જતું હતું. જયાંથી સ્પંદન પસાર થતું તે સ્થળની ચામડી રીતસર ધર્મતી હતી. એક ધળ પણ થયા વિના એ સ્પઠન ગેાકળ ગાયની જેમ ધીમી ગતિએ આગળ સરતુ હતું. હાથ પરનું સ્પંદન કાણી વટાવીને પંજા પરથી આગળ થઇને જોતજોતામાં અèાપ થઇ ગયું... માથું બહેર મારી જાય તેવી આ વાત હતી. બીજુ` સ્પ ́દન ગળા પરથી ઉપર જઈ રહ્યું હતુ.
નમા અરિહંતાણુ ની સામૂહીક ગીતિકા તાર સ્વરે હતી. નાઇ સ.મૂહીક રીતે ફાટી રહયા હતા. બધા જ ઊભા થઈ ગયા હતાં. આંખ વાટે, કાન વાટે પ્રવાહમય ઉચ્ચાર સાંભળતા બધા જ ઉચક અનુભવતા હતા. નમા અરિહંતાણુના શબ્દનૃત્યે દન બંગલાની ભીતા પર અદૃશ્ય રેખાવા દ્વારવા માંડી હહી.