________________
છે પ્રાણીઓને પણ જીવવાનો અધિકાર છે ! શેત્રુંજય તીર્થમાં હિંસાને જબર્દસ્ત વિરોધ કરો
પ્રેષક : જન જાગૃતિ સમિતિ (ગુજરાત) ૨૩૦, અદાસાની ખડકી, ફતાસાપોળ, . ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧
પ્રતિ, માનનીય મુખ્યમંત્રીશ્રી ચીમનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય સચિવાલય, ગાંધીનગર૩૮૨૦૧૦. વિષય : પવિત્ર શેત્રુંજી નદિ સહિત સમગ્ર વિસ્તારમાં માચ્છીમારી
જીવહિંસા બંધ કરી અહિંસક વિસ્તાર જાહેર કરવા બાબત. માનનીયશ્રી,
સાદર વિનંતી કે પાલીતાણા એ વિશ્વભરના જેનેનું મહાન પવિત્ર તીર્થ ધામ છે. શેત્રુંજી નદીના કાંઠે છે, ત્યાં પવિત્ર શેત્રુંજય ગિરિરાજ આવેલ છે. તેને વિસ્તાર ઘણે માટે હતે. હાલ બાર ગાઉન વિસ્તાર છે. જેમાં પવિત્ર જિન મંદીરની હારમાળાઓ આવેલી છે, એ ગીરીરાજ પર કરડે સાધકેએ સાધના કરી મુક્તિ મેળવી છે. શેત્રુજી નદીના વિસ્તારમાં જ આજ તીર્થના ભાગ રૂપ કદંબગીરી પહાડ, હસ્તગીરી પહાડ, અને તળાજા પહાડ આવેલ છે. જે શેત્રુંજય ગિરિરાજના ભાગ-ક તરીકે ઓળખાય છે.
૧ પાલીતાણું. ૨, કદંબગીરી, ૩, તળાજા, ૪, હસ્તગીરી (જાળીયા) એમ ચાર સ્થળના જંગલ અને શેત્રુંજી નદીના વિસ્તાર સહિત કેઈપણ પ્રકારની છવહિંસા મોગલ બાદશાહ, બ્રિટિશ સરકાર તેમજ દેશી રાજ તરફથી પ્રતિબંધ હતા. અને તેના શિલાલેખે પણ હાલ મોજુદ છે. આમ આ પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યું છે, તેથી ભારત ભરની ધર્મદક્ષ પ્રજાની ધર્મ લાગણીને ઘણું જ આઘાત લાગે છે.
આપને ખાસ જણાવવાનું કે ઋષીકેશ અને હરદ્વારને વિસ્તાર મોગલ બાદશાહ અને અંગ્રેજ સરકારના સમયથી સંપૂર્ણ અહિંસક વિસ્તાર તરીકે જાહેર થયેલો છે, આજે પણ તે વિસ્તારમાં કેઈપણ પ્રાણીની હિંસા કરી શકે નહિ, તેમજ હિંસક પદાર્થો લાવી શકે નહિ અને વેચી શકે નહિ. તેથી તે સંપૂર્ણ વિસ્તાર આજે અહિંસક તરીખે ચાલુ છે. 2 અહિંસા જીવદયા પ્રેમી કરડે જૈન યાત્રિક, આ પવિત્ર ભૂમિની યાત્રા કરવા આવે છે. જૈન ધર્મને પાયે અહિંસા છે, અને જીવદયા એ એનું મુળ છે. જીવદયા પ્રેમી અને ધમીએ,ની ધમ લાગણી દુભાય છે તે આ બાબતને લક્ષમાં લઈને આ સમગ્ર વિસ્તારમાં જીવહિંસા ન થાય, માછીમારી બંધ થાય એમ સમગ્ર વિસ્તાર સંપૂર્ણ અહિંસક જાહેર થાય તેવી અમારી માંગણી લહયમાં લઈ વહેલી તરીકે આ વિસ્તારમાં કેઈપણ પ્રકારની જીવહિંસા ન થાય તેવા ફરમાન સાથે કાયમી ધોરણે અને કડક રીતે પાલન થાય તે રીતે પ્રતિબંધ જાહેર કરશે. '
. ( અનુ. ૫૦ ૯૫૨)