________________
[ ટાઇટલ ૨ નુ* ચાલુ ]
ઉદારતા, સહનશીલતા, પરસ્પરના સાચા સદ્ભાવ, બીજાની ભૂલેાને ખમી ખાવી, ખાટાં કર્મોથી દૂર રહેવું, સુદાક્ષિણ્યતા, સૌજન્યતા, બદલાની આશા વિના ખીજાનું સારૂ કરી છૂટવાની ભાવના પરસ્પર સુમેળ એક-બીજાને સમજવાની વૃત્તિ, ‘હુ· પા’ના ત્યાગ આદિ સગુણાની સુવાસથી જીવનને હયુ ભર્યું. બનાવવુ જોઇએ જેથી દુશ્મનાવટના મુળ જ ચાલ્યા જશે.
‘ધ એ જ જીવનના પ્રાણ છે, ત્રાણુ છે, આધાર છે, શ્વાસેશ્વાસ છે, હૃદયના ધબકાર છે' આ ભાવના રામરામમાં વ્યાપ્ત થવી જોઇએ. ગમે તેવા પ્રસંગેામાં કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ પેાતાના આત્માની શાંતિ અને સમાધિ જળવાઇ રહે માટે ‘ અનુકુળતામાં ઉદાસીનતા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા 'કેળવવી જોઈએ. ભગવાનના તારક ધમ સાંસાર કે સંસારના કાઇપણ પદાર્થીની લાલસાથી ન જ કરાય પણ માત્ર આવિદ્ધિ અને આત્માની અન ́ત-અક્ષય ગુણલક્ષ્મીને પામવા માટે જ કરાય. આ ભાવના લેાહીના બુંદેબુંદમાં વહેવી જોઇએ. આ મનુષ્ય જન્મની સાકતા સાધુપણાને સ્વીકાર કરી આજ્ઞા મુજબ આરાધના કરવા માટે જ છે, છતાં પણ કમ યાગે સંસારમાં રહેવુ પડે તા ‘કયારે સાધુપણું પામું” તે જ ભાવનામાં જીવવુ અને સહસારને વ્યવહાર ઉદાસીન પણે કરવા જોઇએ.
સમ્યજ્ઞાનની પિપાસા કેળવી, સમ્યગ્દર્શનની જયાતિથી આત્માને ભાવિત કરી, સમ્યકૂચારિત્રની ભાવનામાં રમી, જ્ઞાનીઓની પ્રજ્ઞા મુજબ ચાલી પરિણામની નિ`ળતા કરી જેથી આ સૌંસારનું મુળ ઉખડી જાય અને સઘળા ય આધિ-વ્યાધિ-ઉપાધિજન્ય કલેશે। અને રાગાદિ દ્વાથી રહિત એવી પરમાનદ દશાને પામે. અને તે માટેના પુરુષાર્થ આજના મ'ગલ પવિત્ર દિવસથી કરો જેથી જીવન ઉર્ધ્વગામી બને અને પરમાત્મા દશ વહેલી પ્રાપ્ત થાય. —પ્રેમાંગ
વિવિધ વિભાગે અને સમાચારો સાથે દર મગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન અઠવાડિક ]
[
આજીવન રૂા. ૪૦૦/
શ્રી મહાવીર શાસન કાર્યાલય
શાક મારકેટ સામે, જામનગર
વાર્ષિક લવાજમ રૂા. ૪૦/
લખા : શ્રી જૈન શાસન કાર્યાલય ૪૫– દિગ્વિજય પ્લોટ, જામનગર