SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ DDDDDDDDDDDX પ.પૂ.પરમ શાસન પ્રભાવક કરુણાનિધિ આચાર્યદેવશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીમહારાજાને ભાવભરી શ્રદ્ધાંજલિ નમો નમઃ શ્રી ગુરુરામચંદ્રસૂરયે ડાહ્યો અને સમજુ જીવ વિરતિ વગર રહે ? એક અવિરતિ નામનું સ્વતંત્ર ગુણઠાણું રાખ્યું છે. સંસારમાં રહેલા યુવાનને યુવતી વગર ચાલે ? સંસારના ભોગી જીવને એકલવાયું લાગે. યૌવનમાં જે વિષયને વશ ન થાય, ઉન્માદ ન કરે, ઉન્માર્ગે ન જાય તે ગાઢું જંગલ લંઘી ગયો કહેવાય. સમ્યક્ત્વ એ ખરો યૌવનકાળ છે. તેને વિરતિદેવી વગર ચેન જ ન પડે. સમક્તિીની વિરતિ નામની યુવતી વગર ચાલે ? તમને વિરતિની બહુ ઇચ્છા છે ? વિરતિનો અભાવ ખટકે છે ? સમક્તિીને વિરતિનો અભાવ બહુ જ ખટકે. તમને બધાને ખટકે છે ? કે અવિરતિ સાથે બહુ મજેથી જીવાય છે ? અવિરતિનો સંગ ખટકે છે, રિબાવે છે અને વિરતિના સંગનો તરફડાટ છે ને ? બંગલા - બગીચા, ઘર - બાર, કુટુંબ - પરિવાર, પૈસો ટકો અવિરતિ છે ને ? તેનો સંગ તમને દુઃખી કરી રહ્યો છે કે સુખી કરી રહ્યો છે ? જે નવું નીકળે તે લાવો. ઘરમાં આ કોણ કરાવે છે ? હું આ બધામાં ફસાયો છું તેમ બોલીએ ત્યારે ફસાંમણની પીડા, રિબામણ હોય. ફસામણની રિબામણ ન હોય તે કેવો કહેવાય ? - પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા. પ.પૂ. હાલાર રત્ન પૂ. આ. શ્રી વિજય કુંદકુંદ સૂરીશ્વરજી મ.ના શિષ્યરત્ન પૂ. મુનિરાજશ્રી નયભદ્રવિજયજી મ.ના સદુપદેશથી ૧. રીખવચંદ હાથીચંદ પરિવાર હ : મનસુખલાલ પુષ્પાકુમાર શ્રીપાલકુમાર - માલેગામ ૨. વિલાસકુમાર મેતીલાલ - માલેગામ ૩. રતિલાલ વીરચંદ શાહ માલેગામ ૪. શાસન પ્રભાવક ટ્રસ્ટ - હ : જગદીશભાઈ - માલેગામ ૫. મૂળજી તેજશી ગોસર હ : જગદીશભાઈ - માલેગામ જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશક મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ - જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક : સુરેશ કે. શેઠ, સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું. ફોન : ૨૪૫૪૬ === 36 si
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy