SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ હશે તો પણ આપણને વિશ્વાસ નહિ થાય, જે વ્યકિત પોતે પિતાને વિચાર કરે છે ! તેને વિચાર કરવાનું ગુરૂને છોડી દેવું પડે છે. કેમ કે બંને જણ એક જ કાર્ય કરવા { જાય તે કાર્ય વધુ બગડે આથી ગુરૂઓ ઉપેક્ષા ભાવ સેવે છે. ગુરૂને સન્માન પૂર્વક નહિ સાંભળવાથી, અના- ૬ દેય અને દુર્ભાગ્ય કર્મ સજજડ રીતે બંધાય છે તેથી પ્રત્યેક ભવમાં તેનું વચન કોઈને પસન્દ નથી પડતું. એટલે ખૂબ જ સમજપૂર્વક આત્માની ઉન્નતિને ઈચ્છનાર આત્માએ છે સાવધ થઈને ગુરૂ સમર્પણભાવ કેળવવા જેવો છે. લાખો માણસોને અપ્રસન્ન કરવાથી જે ક નથી બંધાતું તેથી વધુ નિકાચીત અશુભ કર્મ ગુરૂને એક ક્ષણ અપ્રસન્ન કરવાથી બંધાય છે. તેવી જ રીતે લાખ માણસોને પ્રસન્ન કરવાથી જે લાભ થાય છે તેનાથી વધુ લાભ એક ગુરૂને એક ક્ષણ પ્રસન્ન છે કરવાથી થાય છે. ગુરૂ પ્રત્યે પૂજ્યભાવ ગયા એટલે ગુરૂ પાસે હોવા છતાં તેનાથી વિખુટા જ થઈ ગયા છે ગુરૂના દિલમાંથી સ્થાન ગયા પછી આ ભવમાં અનેકની લાતે ખાવી પડે છે. કઠોર છે વચન સાંભળવા પડે અને પરિણામે ફકત કલેશ જ થાય છે. ગુરૂ પ્રત્યેને સંબંધદ્રઢ થાય તે આખુ જગત એને અનુસરે છે. એ ગુરૂને માન છે આપવાથી આખું જગત માન આપે છે. ગુરૂ પ્રત્યે હૃદયમાં મહાન ભાવ ધારણ કરવાથી આખા જગતમાં મહાન બની શકાય છે. યાવત્ તીર્થંકર પદની સંપદાઓ આવી મળે છે. છે ગુરૂની આજ્ઞા મુજબ જે જે સમયે જે વડીલની નિશ્રામાં હઈયે તેને ગુરુતુલ્ય માનીને B રહેવાથી ઉપરોકત સર્વ લાભ મળે છે. છે આપણા આત્માને અનાદિકાળથી અહંકાર રખડાવે છે આપણને કે,ઈના અંડર 1 ન (નિશ્રામાં રહેવાનું ફાવતું નથી પણ જ્યાં સુધી સારી રીતે સમર્પણભાવ નહિ આવે ત્યાં ? સુધી આપણું કલ્યાણ થવું મુશ્કેલ છે. અહંભાવ, અભિમાન “મારામાં કઈક છે.” “હું છે કંઇક છું.” એ અભિમાનના ભાવને તેડવા માટે ગુરૂનિશ્રા જરૂરી છે. જ સંયમ જીવનમાં સવારથી સાંજ સુધી જે કાંઈ કાર્ય કરીએ છીએ અને તેમાં જે છે. તે સફળતા મળે છે તે જે ગુરુકૃપાથી થાય છે તેમ માનીએ તે અનુબંધ સારી પડે અને છે તેથી હમેશાં ગુરૂ આશા પાલન ગમશે પણ હું કરું છું” “મારાથી થયું” માનશું તે ? છે અહંકાર પોષાશે જે નુકસાન કરનાર બનશે “જેને ગુરૂ આજ્ઞા પાલન ગમે તેને જ ! છે વિધ્યમાં ઉત્તમોત્તમ ગુરૂની પ્રાપ્તિ થાય.” - સાધુપણામાં દરેક કાર્યો ગુરૂમહારાજને વડીલને પૂછીને જ કરવાના હોય છે સવારના છે આપણે આદેશ માંગીને “બહુવેલસંહિસાહુ બહુવેલ કરશું” એ બે આદેશ માંગીને નક્કી કરીએ છીએ તે ગુરૂદેવ આંખનું મટકું અને શ્વાસે શ્વાસ જે લેવા પડે છે તે વાર વાર પૂછાય તેમ ન હોવાથી એટલુ છુટ બાકીની સર્વ વાતે મારે જે કંઈ પણ કરવાનું છે હશે તે આપની આજ્ઞા વિના પૂછયા વિના નહીં કરું.
SR No.537255
Book TitleJain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1992
Total Pages886
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy