________________
ક્ષમાપના આ સંસાર તે રાગ-દ્વેષનું ઘર છે. તેને લઈને જીવ “હું પણું” અને “મારાપણું છે છે કરી અનેકની સાથે નાના-મોટા પ્રસંગે માં સંધર્ષમાં આવી, રાપ-દ્વેષની ગાંઠને મજબૂત 8 કરે છે. મારા જ તે “સાચા જ અને પારકા તે “ખેટ” જ ની દષ્ટિ અપનાવીને વેર– ૨ છે ઝેરને વધારે છે, વાત-વાતમાં વિરોધના સૂર રેલાવી, હૈયામાં જ કષાયાનથી ધમધમે ?
છે અને તક મળે બદલાની આશામાં વિકપના તાણાવાણા ગૂંથ્યા કરે છે. તે પર્વોધિરાજ શ્રી પર્યુષણ શ્રી સંવત્સરી મહાપર્વના પુનીત પ્રસંગે, આત્મા ઉપર લાગેલા છે છે વેર-ઝેરના કાટને ક્ષમા રૂપી પાણીથી ધોવો જોઈએ, સાફ કરવો જોઈએ, દૂર કરે જઈએ. આ કઈ પણ જીવની ભૂલ થઈ જાય તે સહજ છે. પરંતુ ભૂલને ભુલ માનવી, નિખાલસ હવે છે સરળતાથી કેઈ પણ જાતના ડંખ કે મલીન ભાવ રાખ્યા વિના તેની કબૂલાત કરવી
જોઈએ, પણ તેને ઢાંકવા કે તેને બચાવ કરવા “ભૂલ'ની પરંપરા ન સરવી તે કપરું છે છે છતાં ય થઈ શકે તેવું કામ છે. તે ભૂલની હયા પૂર્વક સાચા ભાવે બાળકની જેમ ? નિખાલસ બની માફી માંગવી, ક્ષમા યાચવી તે જ વિવેકીઓનું કર્તવ્ય છે. ગમે તેવા છે. અપરાધો કોઈએ આપણા પ્રત્યે કર્યા હોય કે આપણુથી બીજા પ્રત્યે કરાયા હોય તેની ? સાચા ભાવે માફી આપવી અને માફી માગવી તે જ આ પર્વાધિરાજની આરાધના છે, તે જ તપ-ત્યાગની સાચી સાધના છે. '
માટે જ આ શ્રી સંવત્સરી મહાપર્વના ગુણ ગાતા જ્ઞાનીઓ ફરમાવે છે કે- એક બી જાના તુટેલાં હૈયાંને સાંધવાનો સુંદર અવસર છે, જીવનના ચેડાં ચે કખા કરવાને મુદત દિન છે, હિસાબ દેતી-લેતી કરવાને મંગલ પ્રસંગ છે, જીવનનું સરવૈયું કાઢવાનો શુભ દિવસ છે, વૈરનું વિસર્જન, સમભાવ અને સદભાવનું સર્જન કડવાને સેનેરી
તેથી જ જ્ઞાનિની પટુ પ્રજ્ઞાના નિર્મલ પ્રકાશના પગલે ચાલી, સાચા ભાવે સૌને ખમી-ખમાવી, આરાધના, સાધના અને ક્ષમાપના દ્વારા જીવનને ઉજમાળ બનાવવું જ જોઈએ. સાથે સાથે આ ક્ષમાપના માત્ર વ્યવહાર જ ન બની રહે તે માટે થયેલા અપરાધનો ૨ એકરાર, થયેલી ભૂલોનો સ્વીકાર અને ફરી ન કરવાના કરાર કરી, ક્ષમાપનાને આંતરની 8 આરસીથી અજવાળી આત્માની અનંત-અક્ષય ગુણ લકમીના સ્વામી બને તે જ હાર્દિક ? ૬ મંગલ કામના,
–પ્રજ્ઞાંગ છે
*