________________
૨૫૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) વ–૫ અંક ૪-૫-૬-૭ તા. ૧૫-૯-૯૨
છે. પરંતુ હે અનંત ઉપકારી આપ અમેને મળ્યા તેથી આવી પાપ પ્રવૃત્તિ ચાલતી હોય ત્યાં દર્શન કરવા પણ અમે જતા નથી. તે આપની અન`ત કૃપાનુ ફળ છે. આપ જેવા સુસાધુને ચૈગ મહા ભય'કર મિથ્યાત્વના પાપથી બચાવે છે. જયારે સ`સાર માગ ને પાષનારના ચૈાગ લાખા રૂપિયા ખર્ચાવીને પણ પાપમાં પ્રવૃત બનાવે છે. આપે પાછળ પરિવાર પણ એવા મુકયા છે જે અમને બચાવે છે અને બચાવશે.
હૈ પૂજ્યશ્રી, આપતા મહાન સિદ્દાંત સંરક્ષક હતા.
શ્રી વીતરાગ શાસ્ત્રકારોએ ખતાવેલા સિદ્ધાંતાનું આપ પૂજ્યશ્રીએ પ્રાણના ભેગે પણ રક્ષણ કર્યું છે. અનેક લેાકેા આપને સિધ્ધાંતમાંથી ચલીત કરવા માટે પ્રયત્ન કરતા પરંતુ આપની સિધ્ધાંત પ્રત્યેની નિષ્ઠા અજોડ હતી. અતિ વિષમ પરિસ્થિતિમાં પણ આપે કદી સિધ્ધાંતમાં બાંધ છેડ કરી નહી.. અનેક લેાકાએ આપને વિનંતી કરી કે ઘેાડીક છૂટછાટ મૂકી તે આપ સમગ્ર શાસનના નાયક બનવાની પુરેપુરી લાયકાત ધરાવે છે.' છતાં આપે કદી સિદ્ધાંત સાથે દગા કર્યાં નડી કાઈપણ પ્રકારની લાલચ આપને સિદ્ધાંતમાંથી ચલીત કરી શકી નહીં, દ્રવ્ય, ક્ષેત્ર, ભાવના બહાને પણ આપે કદી સિધ્ધાંતના દ્રોહ કર્યા નથી.
કાળ અને
આપ પૂજ્યશ્રી સમથ વાદી, નિડર વકતા અને સમર્થ ઉપદેશક હતા અને આપ પુજ્યશ્રી હાજર જવાબી તેા એવા હતા કે જાણે જીવતુ જાગતુ' જૈન શાસ્ત્ર જ જોઇલે.
હે પુજ્યપાદ શ્રી,
આપનું નામસ્મરણ પણ અનંત ભવના પાપનું' નિવારણ કરવા સમ છે. આજે ભલે આપ સમ્રુદ્ધે અત્રે હાજર નથી પણુ આપે કરેલ શાસન પ્રભાવનાના અનુપમ કાર્યો દ્વારા આપ પૂજ્યશ્રી આજે પણ વિ આત્માને માટે પ્રેરણાબળ છે આપે કરેલ અનુપમ શાસન પ્રભાવના લાખા લેાકેાને સન્માર્ગે આવવા પ્રેરણા પુરી પાડે છે.
હૈ પૂજ્યશ્રી, આપની પાસે શું માંગવાનું હોય ? આપની પાસે જે હતું તે જ અમાને જોઈએ. તેથી જ પરમકૃપાળુ શાસન દેવને પાના કરૂ' છુ. કે જ્યાં સુધી ભવ કરવા પડે ત્યાં સુધી આવા જ જિનાજ્ઞાને સમર્પિ`ત સદ્ગુરૂના યોગ પ્રાપ્ત થશે.
અંતમાં આપ પૂજ્યપાદશ્રીને કોટી કોટી વંદના કરી વિરમું છું.
પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ. - શ્રદ્ધાંજલી વિશેષાંક