________________
પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સુ.મ. ગુરુગુણ ગીત
(જે. વ. ૧૪ ને સોમવારના પૂ. દાન-પ્રેમ-રામચન્દ્ર-કનકચન્દ્ર સુરિ જૈન પૌષધશાળા-રંગ સાગર, અમદાવાદ મળે, ૧૧મી માસિક તિથિના ગુણનુવાદ પ્રસંગે ગવાયેલ ગીત.) જેનશાસનના જાતિધર ગુરુવર છેડીને ચાલ્યા ગયા. સિદ્ધાંતના એ શિરોમણિ ગુરુવર છોડીને ચાલ્યા ગયા... પાદરા ગામે ગુરુવાર જમ્યા, સમરથ નંદન કહાયા. પ્રેમસૂરિજીના શિષ્ય પુણ્યવંતા રામચંદ્રસૂરિ ગુરુરાયા.... ગુરુજી અમારા તારણહારા, અમ જીવન આધાર. વીરની પાટ પરંપર પટ્ટધર, ચમકતાં જવલંત સિતારા.. ભારતભરના વિભૂષણ ગુરુવર, સિદ્ધાંત રક્ષણહાર. ભવસાગરના સુકાની ગુરુવર, ઉત્તમ ગુણ ધરનાર. ભવદુઃખ હરતી અમૃત ઝરતી, વાણી અતિ સુખકાર. ભવરૂપ વનમાં ભૂલા પડેલાને બતાવે મુકિત કિનાર... અમને આશા હતી તુમારી, પણ કીધાં નિરાધાર. ગુણ અનંત ગુરુવર ભરીયા, ગાંભીર્યાદિ ગુણના દરિયા. પાવન કીધું જીવન અમારું હતું તુમ “દશન' પ્યારું. ભવિ ચકર ચિત્ત હરનાર, કર્યા ભવિ ઉપકાર અષાઢ વદિ ચોદસ દિવસે, ગુરુવર સ્વર્ગે સિધાવ્યા... સંધ સકલને રડતે મકી, છોડયે શિષ્યને સાથ. શિ પુકારે સંઘ બોલાવે, મસ્તકે મૂકે હાથ
રચયિતા : સા. શ્રી અનંતગુણશ્રીજી