________________
વર્ષ ૪ : અંક ૪૫-૪૬ : તા. ૧૪-૭--૯૨
નારા
જેના હૌર્ય હાય તે આવા મગતરાઆથી કયારે ય ડરે ખરા ? વ્યસના એ જ ખ૨બાકીના માર્ગ છે અને વ્યસન મુકિત એ આબાદીને રસ્તા છે. સદ્દગૃહસ્થાઇ, સાચી માણસાઈ પણ તે જ પેદા થાય. લોકૈાત્તર ધમ પામવા માટે પાયાની વાર્તાની મહત્તા તેઓશ્રીએ જે રીતે સમજાવી તેથી લોકોને પેાતાની ભૂલોને સુધારવાનું મન થયું. તે વખતે તેમની વાણીથી લેાકે સન્માર્ગ ગામી બન્યા અને કહેવાય છે કે, અમદાવાદની ત્યારની પ્રસિદ્ધ ચંદ્રવિલાસ આદિ હોટલમાં રાજનું ૧૮-૨૦ મણ દૂધ, ચા આદિ માટે વપરાતું તે ઘટીને ૧-૨ મણુ થઇ ગયું. · અહિં સા પરમેા ધર્મ .' ના ગજાવનારી અહિં સા પુરી. અવી આ રાજનગરી-અમદાવાદ-માં હિ સાદેવી પણ ફુલે ફાલે તે કોઇપણ ધમી માટે કલંક સમાન ગણાય. દર દશેરાએ ભદ્રકાલી માતાના મંદિરમાં થતા એકડાના વધ સામે, અહિં સાના પયગ ભર આપણે અહિંસાની એવી અહાલેક જગાવી કે તે વધ પણ બંધ યઇ ગયા. કહેવાય છે કે તે વખતે માણેકચાકમાં પચાસ – પચાસ હજારની માનવમેદની આમને સાંભળવા એકઠી થતી હતી. આજનાં બે-પાંચ હજારના ટોળા જોઇ રાજી થનારા અને છાતી ફુલાવનારાઓ આમાંથી મેધપાઠ લે તે ય સારું! તે વખતે આ અહિ'સાની સાક્ષાત મૂર્તિ સમાન આ પુણ્ય પુરુષની અદ્દભુત શકિત જોઈ મહાત્મા કહેવાતાં મા. ક, ગાંધી જેવા પણ આફરીન થઇ ગયેલ અને પેાતાના અંગત સેક્રેટરી શ્રી મહાદેવભાઇ દેસાઇને રાજ
+ ૧૦૪૭
આમના પ્રવચનમાં મેાકલતા, અને એકવાર તા કહેવરાવ્યુ. પણ ખરૂ કે—દારૂબંધીના કામમાં અમને સાથ આપેા. ત્યારે આ વીર પુરૂષે જવાબ આપ્યા કે-એકલી દારૂબ‘ધી જ શા માટે, માંસાહાર ત્યાગ પણ કેમ નહિ ? બન્નેને દેશવટો ધ્રુવે હાય તા સાથે છું, બાકી અમારૂં કામ સાતે વ્યસનાના વિપાકેાને સમજાવીને, દૂર કરાવવાનું' ચાલુ જ છે ! સજ્જના ! વિચાર કેવી નિર્ભય છાતી અને પેાલાદી મન હશે!!
આમનું દૂર ંદેશીપણું અને અનુપમ પરીક્ષણ શકિત નિહાળી, સત્ક્રમ સોંરક્ષ ક પૂ. આ. શ્રી વિ. કમલસૂરીશ્વરજી મહારાજા કે જેએ ન્યાયાંભે નિધિ, વિશ્વવંદ્ય, પજાબ દેશાદ્ધારક પૂ. શ્રી વિજયાન દસૂરીશ્વરજી મહારાજા (અપર નામ પૂ. આ. શ્રી આત્મારામજી મ.) ની પાટે આવેલ હતા તેમણે, ૧૯૭૬ માં મુનિસ`મેલનની કમિટિમાં નીમ્યા હતા, ત્યારે આમના દ્વીક્ષા પર્યાય માત્ર સાત વર્ષના હતા.
સુધારક વાદમાં ખે ચાયેલા કેટલાક સાધુએ ત્યારે ભગવાનની કૈસર પૂજાના બનાવટી કેશરના નામે નિષેધ કરી પેાતાને આધુનિક મનાવવા લાગ્યા હતા. ત્યારે આ પૂ. નુતન મુનિશ્રીએ પેાતાની આગવી રશૈલીથી શાસ્ત્રાકત ભગવાનની કેસર પૂજાના વિધાનનું સુંદર પ્રતિપાદન કર્યું હતું. જે લેખા ત્યારના વીર શાસન' માં પ્રગટ થયા હતા. એટલું જ નહિ પણ મિત્ર મુ. શ્રા કપૂરવિજયજીને જાહેરમાં આહ્વાન પણ આપ્યું હતું કે – કેસર પૂજા તે શાસ્ત્રવિહિત છે!