________________
પૂજ્યશ્રી કહેતા હતા કે-
–શ્રી ગુણદર્શ ----- - ----- ---- --- ---- - =
ભગવાનની આજ્ઞા મુજબ જીવતે સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા રૂ૫ ચતુર્વિધ શ્રી સંઘ ભગવાનના શાસનને પિતાના પ્રાણ કરતા પણ અધિક માને છે. એટલું જ નહિ, તેને સાચવવા માટે, તેની રક્ષા કરવા માટે, તેની સેવા કરવા માટે, અવસર આવે પિતાના તન-મન-ધનને ય ખરચવા તૈયાર હોય છે. જે સ્વયં ભગવાનની આજ્ઞા મુજબ જીવતો હોય, જે કઈ આજ્ઞા મુજબ જીવતા હોય કે આજ્ઞા મુજબ જીવવા માગતા હોય તે બધાને સહાય કરે તેનું નામ શ્રી સંઘ છે. તે શ્રી સંઘ એ જ પચીશમે તીર્થકર છે. - શ્રી જૈન શાસનમાં આજ્ઞાની પ્રધાનતા છે, મરજી મુજબ જીવવાની વાત જ નથી. આચાર્યપદને પામીને ભગવાનના શાસનની દરકાર ન કરે. જાતની પ્રભાવના માટે મથે, મરજી આવે તેમ બોલે–વતે, શાસ્ત્ર-સિદ્ધાતને બાજુએ રાખી, લોકની વાહવાહ ખાતર બેટી એકતાની મહેનત કરે તે બધા શાસનનો નાશ કરનારા છે પણ ભકિત કરનારા નથી. તમે એમ માને છે કે, અમે એકતાના વિરોધી છીએ ! હું તે આખું જગત એક થાવ તેમ ઈરછુ છું. જગતના સઘળા જીનું ભલું થાવ એમ ઈરછુ છું. એકેન્દ્રિય જીવે પણ પંચેન્દ્રિય પણાને પામે અને વહેલું આત્મકલ્યાણ સાધે તેમ ઈચ્છું છું તે પરસ્પરનું ભલું થાવ તેમ ન ઈચ્છું? એકતા કેને ન ગમે ? સાધુ સંધ પણ જો એક હોત તે એક અધર્મ ચાલત નહિ-એકતા નથી તેનું દુઃખ છે પણ તે દુ:ખ શમાવવા બેટી એકતા નથી કરવી. જે એકતાથી ધમીએ રીબાયસીદાય, પાપીઓ ફાવે, ઉન્માગ એ ફાવે તેવી એકતા અમારે જોઇતી નથી. શ્રી અરિહંત પરમાત્માને નહિ ઓળખનારા આંધળા છે, ઓળખનારા દેખતા છે. શ્રી અરિહંત પરમાત્માને ન ઓળખે તે દેખતા બને તે તે ય સંસારમાં રખડે
અનેકને રખડાવે. તેમની બુદ્ધિ જ તેમને મારે. ૦ ભગવાનને જે નાથ માને તેનું દુખ ગયું. તેને દુખ આવે તે તે દુખમાં પણ
દુઃખ કરવાની તાકાત નથી. . ભગવાનને નાથ માને તે દુઃખથી ગભરાતા નથી, સુખથી મલકાતા નથી અને દુનિયાના સુખ માટે કેઈની ય સેવા કરતા નથી. આજના અમારામાંના ઘણાને બહારના મેટા માણસે લાવવાને ચસકો લાગ્યો છે. બહારના જેટલા મોટા માણસે લાવે છે તે અહીં સાંભળવા નથી આવતા પણ સંભળાવવા આવે છે.