________________
૧૦૨૦૧
: જૈન શાસન (અઠવાડિક)
કાર્ય કરવું હતું તેમાં દરેક આવે. મંદિર મજીદ, જૈન દેરાસર, શવાલય, સદાવ્રત, વિગેરે બનાવે તે બધા ન આવે છેવટે રસ્તા ઉપર શૌચાલય બનાવવાનો વિચાર કર્યો અને તે બનાવ્યા. જેથી રસ્તા ઉપર ફરતા કે ઝુપડ પટીમાં રહેતા ત્યાં પેશાબ કરવા આવી શકે..
રેહિત શાહ બધા આવી શકે તેવા વિચાર રજુ કરીને શૌચાલયનું મહત્તવ આંકયું તે શું રસ્તા પરના શૌચાલયમાં બધા આવશે? નહિ જ જેથી જે ભૂમિકા ઉપર તેમણે વાત કરી તે ભૂમિકા તુટી ગઈ અને જરૂરીઆતની વાત આવી ગઈ. માટે આ ચિંતનની ચાંદની નહિ પણ અંધકારના વમળ કહેવાય.
હવે આ વિચાર માટે તે લેખક લખે છે કે મંદિરો અને દેરાસર બંધાવવા ઘેલા ઘેલા થઈ જતા લોકે આ અનિવાર્યતા સમજે તે જરૂરી છે. કેટલાક દંભી ધર્માત્મા કહેશે કે તમે સર્વોચ્ચ સગવડવાળાં શૌચાલય બનાવશે તે પણ ત્યાં લોકો ગંદકી જ કરશે. તે એમને જવાબ આપજો કે તમે બનાવેલા ભવ્યાતિભવ્ય મંદિર-દેરાસરમાં ગંદકી અને આશાતના થાય જ છે ને ?”
લેખકનું આ લખાણ માત્ર મંદિર કે દેરાસરે જ બંધાવનારને માટે સલાહ છે પણ બંગલા કારખાના કે કરોડોના ઉદ્યોગો ઉભા કરનારા માટે કંઈ સલાહ નથી. મજીદ, મઠ, ગુરુદ્વાર બનાવનારને પણ સલાહ નથી માત્ર મંદિર–દેરાસરો તેમને ખટકે છે.
આ ચિંતકની બુદ્ધિ કેટલી ગંદી છે કે શૌચાલય અને મંદિર-દેરાસરને સમાન ગણે છે અને તેમને દેરાસરમાં પણ ગંદકી દેખાય છે. એ બતાવે છે કે આજના લેખકે ચિંતન અને છાપાઓના પાનાઓ કે વિભાગને કબજે કરી લેનારાઓ આવી વિચારોની ગંદકીના ભંડાર જેવા છે માત્ર પિતાના વિચારોને યેન કેન પ્રકારે ઠેકી બેસાડવાના છે.
પરંતુ જગત એ વિવેકને સ્થાન આપે છે અને તેમાંય ચિત્ત શુદ્ધિ, ભાવના શુદ્ધિ, અને આત્મશુદ્ધિના પ્રતિકે દેરાસર માટે જે ઊરો અભિપ્રાય ધરાવે છે તે આ વિવેકથી વિછેડાયેલા લેખકે ન સમજી શકે તે સહજ છે. ૨૦૪૮ જેઠ વદ ૩ લાડોલ (વિજાપુર)
- --જિનેન્દ્રસૂરિ વિવિધ વિભાગે અને સમાચાર સાથે દર મંગળવારે નિયમિત પ્રગટ થાય છે
જૈન શાસન ( અઠવાડિક ).
વાર્ષિક લવાજમ રૂ. ૪૦- આજીવન રૂ. ૪૦૦/- ' લખે : શ્રી જૈન શાસન કાર્યાલય શ્રી મહાવીર શાસન કાર્યાલય ૪૫- દિગ્વિજય પ્લેટ જામનગર શાક મારકેટ સામે, જામનગર