________________
જ ઈનિદ્રાની પરાધીનતા એ પતનનો માર્ગ છે -
–પૂ. મુનિરાજ રત્નસેનવિજયજી મ.
ઈનિદ્રાની-વાસનાઓની ગુલામી એ પતનને માગ છે.
જેમ હાથી ઉપર અંકુશ, ઘેડા ઉપર લગામ અને સાઈકલમાં બ્રેક અનિવાર્ય છે એવી જ રીતે મહાન પુણ્યોદયથી પ્રાપ્ત થયેલ ઈદ્રિયો ઉપર નિયંત્રણ અનિવાર્ય છે.
જે માણસે પોતાની ઇન્દ્રિયને નિયંત્રણમાં રાખી એને સદુપયોગ કરે છે તે માણસ પિતાને આત્મવિકાસ સાધી શકે છે અને જે માણસ ઈનિદ્રાને ગુલામ બનીને જેમતેમ વર્તે છે–તે માણસ પોતાના જીવનને પતનના માર્ગમાં લઈ જાય છે. - કાનથી નિંદા સાંભળવી, કેઈની હલકી વાત સાંભળવી, વિકારોત્પાદક ફીલ્મી ગીતે સાંભળવા–એ કાનને દુરૂપયેાગ કર્યું કહેવાય. કાનથી જે તે સાંભળવું તે તે કાનને કચરાપેટી બનાવવા જેવું છે કાનથી પરમાત્માની વાણીનું શ્રવણ કરવું જોઈએ. કેઈની સારી વાત સાંભળવી જોઈએ.
આંખને જ્યાં-ત્યાં ભટકાવવી, પરસ્ત્રીના રૂપ આદિને ધારી ધારીને જેવા–ટી. વી. ફીલમના કામોત્તેજક દ્રશ્યો જોવા-ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં આંખને દુરૂપગ રહેલો છે. આ આંખને ઉપયોગ તે પરમાત્માના દર્શનમાં, સસાહિત્યના વાંચનમાં, અને જીવદયાના પાલન આદિમાં કરવો જોઈએ. આમ કરવાથી આંખનો સદુપયોગ કર્યો કહેવાય. . - જીભથી કઈને ગાળ આપવી, હલકા શબ્દો બોલવા, નિંદા કરવી – એ જીભને દુરૂપયોગ કહેવાય,
કેઈને સારી સલાહ આપવી, સારા અને મીઠા શબ્દો બોલવા, સત્ય બોલવું, પરમાત્માની સ્તુતિ કરવી આદિ એ જીભને સદુપયોગ કહેવાય. - કાન, આંખ અને જીભ એ જીવનની અમૂલ્ય નિધિ છે. એનું દુરૂપયોગ ન થાય, એની ખુબ-ખુબ કાળજી રાખવી જોઈએ. . ઇનિદ્રાને ગુલામ એ વિવનો ગુલામ બને છે અને ઈનિદ્રાના વિજેતા વિવ વિજેતા બને છે.
વિલાસી જીવન એ ઈદ્રિયોની ગુલામીની નિશાની છે. ઈન્દ્રિયોને ગુલામ ક્યારે પણ સુખી બની શકતું નથી.
ઈન્દ્રિયના ગુલામ બનેલા માણસના જીવનમાં અનેકવિધ સમસ્યાઓ ઉત્પન થતી હોય છે. in જીવનમાં સુખી બનવું હોય તે જીવનમાં ઇનિદ્રાની ગુલામી તેડવી જોઈએ અને ઈદ્રિને પિતાને સ્વાધીન બનાવવી જોઈએ.