________________
વર્ષ-૪ અંક-૪ર તા. ૧૬-૬-૯૨ :
: ૯૮૧ ૦ રત્નત્રયીનો આરાધક તે જ સાધુ! રત્નત્રયીને જેને ખપ નહિ તે સાધુ પણ
સાધુ નહિ.
આપણી બધી ધર્મક્રિયા દોષ કાઢવા અને ગુણ મેળવવા માટે છે. પણ આજે રોજ ધર્મક્રિયા કરનારા મારા કેટલા દોષ ઘટયા અને મારામાં કેટલા ગુણ પેદા થયા તે આત્માને પૂછતા જ નથી. તેલ-મરચાને વેપાર કરનાર પણ રોજ સાંજે હિસાબ મેળવે છે, તે આટલા વખતથી-વર્ષોથી ધર્મક્રિયા કરવા છતાં મને શું મળ્યું તેની ચિંતા જ નથી ને ? ધર્મક્રિયા કરનારને કેઈ સે ગાળ દે તે પણ મનમાં જરા ય અસર ન થાય તે સમક્યું કે, ક્ષમા નામનો ગુણ આવી રહ્યો છે. પોતાના માટે ગાળ ખાનાર દેવ-ગુરુ-ધમતત્ત્વને માટે કઈ ગાળ બોલે તે લાલ થયા વિના રહે નહિ! તેવી શકિત ન હોય તે કાનમાં આંગળી ઘાલે. ત્યાંથી ખસી જાય. પિતાના
ઘરના પણ જે તેવા હોય તે ઘર પણ છેવ દે. તે તે ધર્મતત્વ પામેલો કહેવાય! ૦ દેવ-ગુરુ-ધર્મતત્વ માટે આ આવું આવું બોલે છે તે જે કહે કે “કરશે તે ભરશે?
અને તેને કહે કે, તમારા માટે આ આવું આવું બોલે છે. તે કહે કે, હું હમણાં જાઉં છું અને તેની ખબર લઉં છું તે તેની ક્ષમા કેવી ? તેને અને ધર્મને લાગે વળગે પણ શું ? આજે ગુર્નાદિકના લક્ષણ કહેવા તેમાં ય જોખમ! શાસ્ત્રની મર્યાદાઓ વાંચવી તેમાં ય જોખમ! જેને આત્માની ચિંતા હોય તેને જ આ બધું ગમે. બીજાને તે લાગે કે, અમારી ટીકા-ટિપ્પણ કરે છે ! આમને આના વિના બીજો ધંધો પણ નથી. કઈ મને ગમે તેમ કહ, પણ મરતાં સુધી ય શાસ્ત્રની વાત કર્યા વિના રહેવાનો નથી. શાસ્ત્ર તે અમારી આંખ છે. જેને વહેલામાં વહેલા મોક્ષે જવું હોય તે માટે દુર્ગતિમાં ન જવું હોય અને સદગતિમાં જવું હોય. તેને ધન કમાવામાં આનંદ થાય. દાન કરવામાં આનંદ થાય. ભોગ કરવામાં દુખ થ ય, શીલ પાળવામાં આનંદ થાય. ખાવા-પીવાદિ મોજ મજા કરવામાં દુઃખ થાય, તપ કરવામાં આનંદ થાય. સંસાર સારે લાગે તે દુઃખ થાય.
સંસાર ભૂંડે લગાડનાર ભાવના ભાવવામાં આનંદ થાય. ૦ શ્રી જૈનશાસનમાં દેવતત્વ શોધીને લેવાનું છે ગુરુતત્ત્વ પણ શોધીને સ્વીકારવાનું
છે અને ધર્મતત્ત્વ પણ શોધીને કરવાનું છે. આપણે ત્યાં ગમે તેને માની લે તે વાત જ નથી. આ જ દેવ, આ જ ગુરુ અને આ જ ધર્મ તેવું અહી નથી. આવા હોય તે દેવ, આવા હોય તે ગુરુ અને આ હોય તે ધર્મ-તે વાત છે. ધમીને મન ભગવાન સર્વસ્વ છે તેમ ગુરુ પણ સર્વસ્વ છે. ભગવાનની ગેરહાજરીમાં શાસન ગુરુના બળે ચાલે છે જ્યા ગુરુના બળે? ભગવાને કહે લાં શાસ્ત્રની આજ્ઞા મુજબ ચાલતા હોય તેવા ગુરુના બળે શાસન ચાલે છે.