________________
ચતુર્થ વર્ષના મંગલ પ્રારંભ
-: વાત સંપાદકની -
શ્રી જૈન શાસન (સાપ્તાહિક) આજે ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યું છે. તેમાં સી ગ્રાહક બંધુઓ અને કાર્યકરોએ આ સાપ્તાહિકને પોતાનું માનીને જે રીતે આવકાર્યું છે અને આવકારી રહ્યા છે તે બદલ જેન શાસનના સર્વ કાર્યકર મંડળ તરફથી અમો સૌનો આભાર માનીએ છીએ અને ઇચ્છીએ છીએ કે આ સાપ્તાહિકને વધુને વધુ ફેલાવો થાય, વધુ લોકો તેના વાંચનમાં જોડાઈ શાસનના મર્મને પામી, આત્મ કલ્યાણની સાધના દ્વારા શાસનની રક્ષા, પ્રભાવનાને કરે અને અમને પૂર્ણ સાથ-સહકાર આપી અમારા પણ ઉત્સાહને જોમવંત બનાવે તેવી ભાવના ભાવીએ તે અસ્થાને નહિ જ ગણાય.
આપ સૌ તે વાતથી સુમા હેતગાર છે કે આ શ્રી જૈનશાસન (સાપ્તાહિક) નો ઉદભવ કયા સંયોગોમાં થયે છે. છતાં પુનરૂકિત દોષને વહેરીને ટુંકમાં જણાવીએ છીએ કેભગવાન શ્રી જિનેશ્વર દેવોએ આત્માના એકાતે કલ્યાણને માટે પ્રરૂપેલું, મોક્ષમાર્ગ સ્વરૂપ આ શ્રી જૈન શાસન જયવંતુ જ છે અને રહેવાનું પણ છે જ. છતાં પણ જમાનાવાદના ઘોડાપુરમાં ભલભલા તણાઈ જાય ત્યારે માનપાનાદિન અથી એવા ધમી છે તેમાં લેભાય તેમાં લેશ પણ નવાઈ નથી.
ભગવાન શ્રી જિનેશ્વર દેવને તારક. ધર્મ સૌ કઈ પામે, આચરે અને સૌ કોઈ પિોતાના આત્માનો નિસ્તાર કરે એમાં કઈ પણ પંડિતપુરુષનો વિરોધ હોય નહિ. પરંતુ તે ધર્મને પમાડવાને નાગ શાસ્ત્રથી વિપરીત તે ન જ હવે જોઈએ. સોનાની પણ છરી પેટમાં તે ન જ પોસાય !
આજના ‘સુગર કેટેડ’ •ા જમાનામાં ધર્મને પણ “સુગર કેટેડ' બનાવો જેથી સી કેઈ તેમાં જોડાય. સુધારીના ફળ દ્રપ ભેજાની આ નિપજને સ-માર્ગને સમજનારા સાધુ પુરુષોએ (!) પણ કેમ બાવકારી તે પત્રશ્ન પૂછવા પડે તેમ નથી ! જેના પરિણામે શાસ્ત્રની ચાલી આવતી સુવિહત મર્યાદાઓ પ્રણાલિકાઓને ઓપણે હાથે દ્રોહ થઈ રહ્યો છે. નાશ થઈ રહ્યો છે અને સૌ ઉભાગગામી બની ભવભ્રમણ વધારશે તે વિચાર તેમના હૈયામાંથી બહુ જ સીફટપૂર્વક દૂર કરાય અને માન-પાનાદિની ઘેલછાએ તેમના