________________
૭૭૮ :.
: જૈન શાસન (અઠવાડીક) માતાની ઉંઘ હરામ થઈ ગઈ. રાતદિન એક જ વિચાર વેરની વસુલાત કઈ રીતે કરવી. આ દુષ્ટ વિચારે એકાએક વાણીરૂપે પ્રગટ થવા લાગ્યા. હે બાલુડાં “હવે તું બળવાન થઈ ગયો છે. તું જીવતે બેઠું હોય ને તારા મોટાભાઈને વેરી જીવતે કઈ રીતે રહી શકે? ખરેખર! આ શરમજનક વાત છે. એને માટે તું કાંઈ જ ન કરે? બસ! તારામાં આટલું જ શુરાતન ! જે મારા પેટે તું દિકરે પાકો હોય તે તારા ભાઈના હત્યારાને પકડી પાડ!'
લાવારસ ઝરતી માતાની વાણી સાંભળી નાના પુત્રમાં પૌરસ ખીલી ઉઠયું. વેરીને કેઈપણ ભોગે કબજે કરવા તૈયાર થઈ ગયે વ્યુહરચનાઓ ગઠવી વેરીને જીવતે પકડી લીધે, ઉત્સાહથી લઈ આજે માતાની પાસે પલવારમાં શત્રુને ચીત્તોપાટ પછાડી, ચઢી બેઠે છાતી ઉપર. હાથમાં અણીયારી બરછી લઈ માને પૂછવા લાગ્યો, કેમ મા ! “હવે આનું શું કરું?”
ઉષ્માભર્યા શબ્દ સાંભળતાં જ મા ધ્રુજી ઉઠી. ગમે તેમ તેય એ મા આર્યકુળની, આર્યજાતિની, આર્યદેશની હતી. હૃદયમાં દયાને ધોધ વહેવા લાગે. પેલે પકડાયેલા શત્રુ પણ કંપી રહ્યો હતો. તેની વાણી માફી માગી રહી હતી, સાથે સાથે ફરી આવું ન કરવાની કબૂલાત અશ્રુભીની નયને આપી રહ્યો હતે. કાકલૂદીભર્યા સ્વર સાથે આંખમાંથી ઉનું ઉનું પાણી પણ વરતું જોઈને માતાનું હૃદય ઓગળી ગયું. તે કહેવા લાગી “શરણુ ગત ૫ર કહટર કરુ તે કર જેટ
“આજે તો શરણે આવેલો પણ જીવતે પાછો ન જ જય મા !”
એટલે શું ? મહામુશ્કેલીઓ પકડી લાવેલા શત્રુને છોડી મુકવાનો એમ? મા, કાયર કેમ બની ગઈ? તારી ખુમારીભરી વાણી કયાં ગઈ? અરે ભાઈ, ક્ષમા આપીએ એ કાંઈ કાયરતા ન કહેવાય. ક્ષમા તે વીરેનું ભૂષણ છે, શુરવીર હોય તે જ કામ આપી શકે.
હા, એમ જ દિકરા ! શરણે આવેલા શત્રુને છોડી મુકવાને. બસ, માતાની આજ્ઞા શિરેમાન્ય કરતા પુત્રે શત્રુને છોડી મૂક્ય, ક્ષમા આપી.
અરે શત્રુ પણ મા-દિકરાની ઉદારતા જોઈને અવાક બની ગયે. ઉદારતામાં અંજાઈ ગયેલ તે કાયમ માટે નાના દિકરાને જીગર જાન મિત્ર બની ગયો.
જે સામાને પ્રભાવ! સમરાંગણમાં પણ લાકડાની સમશેર વિના ચક્કસપણે જીતાડનારી એક માત્ર મા જ છે.
આપણે કેણ છીએ તેને જરા વિચાર કરે. આપણે ભગવાન મહાવીર સ્વામીના પૂજક છીએ. તે તારદેવે કેવી કામા રાખી? કેવા કેવા લામાના ધધ વર્ષાવ્યા ? ભયંકર ઉપસર્ગો કરનાર પણ તેઓએ કામ કરવાની (આપવાની) કમીના નથી રાખી.
તે, આપણે પણ તેઓના પરમ ભક્ત-અનુયાયી છીએ કામા માર્ગે ચાલવું એ તે આપણું પરમ કર્તવ્ય છે ઉચ્ચ પ્રકારની ક્ષમા સાધના કરીને આપણે સૌ તેઓના જ પંથે વળીએ તેવી મનોકામના...
–શ્રી વિરાગ